રાશિફળસ્પેશિયલ ફિચર્સ

સૂર્યગ્રહણના 5 દિવસ બાદ આ 3 રાશિઓ પર થશે સૂર્યદેવની કૃપા, થઇ જશે ચાંદી જ ચાંદી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે તારીખ 8 એપ્રિલના રોજ હિન્દુ નવા વર્ષની પ્રથમ અમાવસ્યા છે. આ અમાવસ્યાની તિથિ સોમવતી અમાવસ્યા તરીકે ઓળખાય છે. 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ આજે જ સોમવતી અમાવસ્યાના દિવસે થવાનું છે. સૂર્ય ગ્રહણના થોડા જ દિવસો બાદ સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલવાના છે. જ્યોતિષ અનુસાર સૂર્યદેવ 13 એપ્રિલ શનિવારે રાત્રે 9.15 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. આગામી એક મહિના સુધી સૂર્ય ભગવાન મેષ રાશિમાં રહેશે. એટલે કે 14 મેના રોજ સૂર્ય ભગવાન મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યદેવના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી જશે. તેઓ ધનમાં આળોટતા થઇ જશે. જીવનમાં સુખ, સાહ્યબી આવશે.

વૃષભ

સૂર્યગ્રહણ બાદ સૂર્યદેવનો મેષ રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ રાષિના લોકોને અનેક લાભ થશે. વૃષભ રાશિવાળા લોકોની આવકમાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત, પૈસા કમાવવાના નવા સ્ત્રોત પણ મળશે. સૂર્યનું રાશિ પરિવર્તન નોકરીયાત લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમને તમારી નોકરીમાં અચાનક પ્રમોશન મળી શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. તેમજ સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદેશગમનના પણ યોગ બની રહ્યા છે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે સૂર્યનું મેષ રાશિમાં પરિવર્તન ઘણી રીતે શુભ ફળ આપનારું રહેશે. આ સમયગાળામાં મિથુન રાશિવાળા લોકોના જીવનમાં સુખ, સાહ્યબી, સમૃદ્ધિ આવશે. ઉપરાંત, તેમની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે. સૂર્યદેવના આશીર્વાદથી તમને વિદેશમાં નોકરી કરવાની અને ફરવા જવાની પણ તક મળી શકે છે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને મોટો ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે. કરિયરમાં અચાનક બદલાવ આવશે. તમારું પ્રમોશન પણ થશે.

તુલા

તુલા રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનું છે. સૂર્ય ભગવાનની કૃપાથી તમને જીવનમાં આગળ વધવાની ઘણી તકો મળશે. તમને દરેક કાર્યોમાં સફળતા મળશે. નવા કામ કરવાની તક પણ મળશે . જે લોકો નોકરી કરી રહ્યા છે અને વિદેશ જવાની ઈચ્છા છે, તે જલ્દી જ પૂરી થઈ શકે છે. જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે