તો હવે ઘરને ગાયના છાણથી પણ પેઇન્ટ કરી શકાશે…
બાંદાઃ ગાયને આપણે માતા કહીએ છીએ અને ગાયના દૂધને સૌથી પ્રૌષ્ટીક આહાર માનવામાં આવે છે. ત્યારે અત્યારે ગાયના છાણનો ઉપયોગ પણ અનેક રીતે થાય છે પરંતું શું તમને ખબર છે કે આ જ છાણનો ઉપયોગ કરીને ઘરને સાવ સસ્તામાં પેઇન્ટ કરી શકાય છે. અને આ નુસખો યુપીના બાંદામાં અપનાવવામાં આવ્યો આવ્યો અહીં ગાયોને બચાવવા માટે ત્રણસોથી વધુ ગૌશાળા બનાવવામાં આવી છે.
આ ગૌશાળાઓમાં રહેતી ગાયોની જાળવણી માટે પૂરતું બજેટ ન હોવાને કારણે લોકભાગીદારીથી ગાયોને ઘાસચારો અને ભૂસું આપવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા અધિકારી દુર્ગા શક્તિ નાગપાલ ગાયના આશ્રયસ્થાનોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ગાયના છાણ દ્વારા કુદરતી રંગ બનાવવાની પહેલ કરવામાં આવી છે. આ માટે ગૌશાળાના સંચાલકો, વડાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અધિકારીઓ વચ્ચે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાંથી ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓએ નેચરલ પેઇન્ટ બનાવવાનું નક્કી કર્યું છે.
ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલા નેચરલ પેઇન્ટ બનાવવાના પ્રોજેક્ટનો ખર્ચ 25 લાખ રૂપિયા થાય છે. જેના માટે ત્રણ સંસ્થાઓ તૈયાર થઇ છે. આ અગાઉ પણ જિલ્લા અધિકારી દ્વારા ગૌશાળાની ગૌચરની જમીનો પર ઘાસ ઉગાડીને ગાયોને લીલો ચારો પુરો પાડવાની પહેલ કરી હતી. સૌ પ્રથમ ગાયના છાણમાંથી કાંકરા અને ઘાસ કાઢીને તેનું વજન કરવામાં આવે છે. પછી સાફ કરેલ છાણને પાણી ધરાવતી સંગ્રહ ટાંકીમાં રેડવામાં આવે છે. મોટરવાળી સ્ટોરેજ ટાંકી 40 મિનિટ સુધી ગાયના છાણ અને પાણીને મિક્સ કરવામાં આવે છે. આ મિશ્રણને બીજા વિભાગમાં લઈ જવામાં આવે છે. જ્યાં તે પ્રવાહીની જેમ એક સમાન પેસ્ટમાં રૂપાંતરિત થાય છે.
આ પ્રવાહીને 100 ડિગ્રી સેલ્સિયસના તાપમાને અડધા કલાક માટે ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ તેને બ્લીચ કરવામાં આવે છે. પછી મિશ્રણમાં રંગ ઉમેરવામાં આવે છે, અને કુદરતી પેઇન્ટ તૈયાર થઇ જાય છે. આ અંગે જિલ્લા અધિકારી દુર્ગા શક્તિ નાગપાલનું જણાવે છે કે આ પેઇન્ટ દ્વારા જે આવક થાય છે તેના દ્વારા ગાયોનો સારી રીતે ઉછેર થઇ શકે છે. ગાયના છાણમાંથી પેઇન્ટ ઉપરાંત, ગાયના છાણમાંથી બર્મીઝ ખાતર, ગાયના છાણના દીવા અને જીવામૃત પણ બનાવવામાં આવે છે. અને તમામ કામો ગૌશાળાના સંચાલકો દ્વારા જાતે જ કરવામાં આવે છે.