સ્પેશિયલ ફિચર્સ

આ નોકરીમાં આટલો બધો પગાર…..બાપરે…

તમે ઘણી એવી નોકરીઓ વિશે સાંભળ્યું હશે જેમાં ઈન્કમ ઘણી સારી હોય પરંતુ તેમાં ટેન્શન પણ એટલું જ હોય છે. તો વળી ઘણી નોકરીઓમાં માણસ મહેનત કરાને થાકી જાય પરંતુ આવક સાવ ઓછી હોય છે. તે વળી કેટલીક નોકરીઓ એવી હોય છે જ્યાં કામ ઓછું હોય છે અને પૈસા સારા હોય છે. આજે તમને એક એવી જ નોકરી વિશે જણાવું કે જેમાં કરોડોમાં પગાર મળે છે. અને કામ પણ ખાસ કંઈ હોતું નથી.

એવું નથી કે હું તમને જે કામની વાત કરું છું તે કામમાં જવાબદારી ઓછી છે પરંતુ પગાર એટલો વધારે છે કે તમને આ કામ ખૂબ જ સરળ લાગે છે. હું જે નોકરીની વાત કરી રહી છું તે છે એક આયાની નોકરી જેનો પગાર કોર્પોરેટ કર્મચારીઓ કરતા વધુ છે. જેના માટે કર્મચારીઓને સાવ ઓછું ટેન્શન હોય છે, તેમાં ફક્ત બાળકોની સંભાળ રાખીને જ પગાર લેવાનો હોય છે. અને સાથે સાથે તમામ પ્રકારની સુખ સુવિધાઓ પણ મળતી હોય છે.


એક સાન્યા કુમાર નામની મહિલા અબજોપતિઓના ઘરમાં જ બેબીસિટરનું કામ કરે છે. જેના કારણે તેને ખાનગી ટાપુઓની મુલાકાત લેવાની પણ તક મળે છે. સાન્યા 28 વર્ષની છે અને તે વિમ્બલ્ડન લંડનની રહેવાસી છે. તે અબજોપતિઓ માટે કામ કરે છે, તે તેમના બાળકો સાથે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહે છે. તે તેમની સાથે લક્ઝરી યાટમાં ખોરાક ખાય છે. તેમજ તેનો પગાર પણ એટલો બધો છે કે તે પોતના બાળકોને લેમ્બોર્ગિની જેવી લક્ઝરી કારમાં ફેરવી શકે છે. તેમજ તે પોતોના બાળકોને દરેક વસ્તુ સારી ક્વોલિટી અપાવી શકે છે.


જોકે આયા બનવાનું કામ સરળ નથી. તેના માટે લાંબા સમય સુધી કામ કરવું અને બાળકો સાથે હંમેશા સારો વ્યવહાર કરવો જરૂરી છે. જો કે પગાર ઘણા સારા હોવાના કારણે એ પણ કરે છે. છે. સાન્યાને વાર્ષિક 200,000 પાઉન્ડ એટલે કે 2,11,19,640 રૂપિયાનો પગાર મળે છે. જો કે આ તો આપણે સાન્યાની વાત કરી પરંતુ ભારતમાં પણ જે પણ લોકો કરોડપતિઓ છે કે પછી બોલીવુડના અભિનેતાઓ પણ પોતાની આયાઓને લાખોમાં પગાર ચૂકવતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button