ભારતની જેમ પાકિસ્તાનના લોકોમાં પણ ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ છે. આ જ કારણે પાકિસ્તાનના ઘણા લોકો ભારત-પાકિસ્તાનની મેચ જોવા ભારત આવવા માગતા હતા. જોકે, ભારતે તમામ લોકોને વિઝા આપ્યા નહોતા. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમુક ખાસ લોકોને જ વિઝા આપ્યા હતા. પાકિસ્તાનથી અમુક ખાસ લોકો જ ભારત આવવા અને મેચ જોવા માટે ભાગ્યશાળી બન્યા હતા. આવો આપણે એ ભાગ્યશાળી લોકો વિશે જાણીએ જેમને ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ભારત સરકાર દ્વારા વિઝા આપવામાં આવ્યાહતા.
વર્લ્ડકપની મેચ જોવા પાકિસ્તાનથી ભારત આવતા લોકોની યાદી બહુ લાંબી નથી. ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના તમામ લોકોને વિઝા આપવામાં આવ્યા નહોતા. ભારતે માત્ર પાકિસ્તાનના પત્રકારો અને કેટલાક ખાસ ચાહકોને જ વિઝા આપ્યા હતા.
પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પાકિસ્તાન હાઈ કમિશન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લગભગ 200 પત્રકારો અને ઘણા પ્રશંસકોને વિઝા આપવા માટે ભારતીય અધિકારીઓ સાથે વાત કરી હતી, પરંતુ દરેકને વિઝા મળી શક્યા ન હતા. પાકિસ્તાનના લોકોને વિઝા આપવા માટે ભૈારત સરકારે ઘણું કડક વલણ અપનાવ્યું હતું. અહેવાલો અનુસાર, આ મેચ માટે પાકિસ્તાનમાંથી માત્ર 45 પત્રકારોને જ વિઝા આપવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના હજારો લોકો તૈયાર હતા જેઓ ભારત આવીને મેચ જોવા માંગતા હતા. તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આ મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો આવ્યા હતા . મોદી સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર સીટો છે અને મેચ સમયે આખુ સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલુ હતું. જોકે, આમાં પાકિસ્તાનના દર્શકો નહિવત હતા.
પાકિસ્તાને તેમના ઘરઆંગણે ટેલિવિઝન પર મેચ જોઇને જ આનંદ માણવો પડ્યો હતો.
Taboola Feed