સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

અત્યાર સુધી શમીને ભાંડતી પત્નીના સૂર બદલાયા, કહી દીધી આ વાત…

વર્લ્ડ કપ 2023માં અત્યારે બે જ પ્લેયરની બોલબાલા છે એમાંથી એક એટલે ટીમ ઈન્ડિયાનો સિક્રેટ સુપર સ્ટાર મોહમ્મદ શમી અને બીજો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ગ્લેન મેક્સવેલ… પણ આપણે અહીં વાત કરીએ ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી. મોહમ્મદ શમી તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવ્યો હતો. આ જ અનુસંધાનમાં એક મહત્ત્વની માહિતી સામે આવી છે અને અત્યાર સુધી શમીને ગાળો આપી રહેલી, કોસી રહેલી તેની પત્નીએ હવે તેના વખાણ કર્યા છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બોલિંગમાં કમાલનો કસબ દેખાડી રહ્યો છે અને તેણે ટૂર્નામેન્ટના ચાર મેચમાં 16 વિકેટ લઈને તેણે પોતાની કાબેલિયત સાબિત કરી દેખાડી છે. આ બધામાં ખાસ વાત તો એ છે કે, શમીએ 7.00ની એવરેજથી 9.75ના સ્ટાઈક રેટ અને 4.30ની ઈકોનોમીથી આ વિકેટો ઝડપી હતી. શમી આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં બે વખત પાંચ વિકેટ લઈ ચુક્યો છે. દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો અને ફેન્સ શમીના વખાણ કરતાં થાકી નથી રહ્યા ત્યારે શમીની પત્ની હસીન જહાંએ પણ શમીના વખાણ કર્યા છે, જેને કારણે ફરી વખત તે લાઈમલાઈટમાં આવી ગઈ છે.

હસીન જહાંએ શમીના વખાણ કરતાં લોકો એટલા માટે ચોંકી ગયા છે કારણ કે તેણે જ શમી પર દહેજ, મારપીટ કરવી અને બીજી મહિલાઓ સાથેના સંબંધો જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. એટલું જ નહીં તે સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત શમી વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેણે વર્લ્ડકપ દરમ્યાન તેણે શમી પર ટાર્ગેટ કરતા ઈંસ્ટાગ્રામ પર ભેંસ સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.

આ ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, હું અને અમરોહાની ભેંસ, હું પણ તેનું દૂધ લઈ રહી છું, થોડા દિવસ બાદ તેનું મીટ ખાઈશ. આપને જણાવી દઈએ કે, શમીનો જન્મ યૂપીના અમરોહા શહેરમાં થયો હતો. આ પોસ્ટ પર શમીના ફેન્સ હસીન જહાંને આડે હાથ લીધી હતી. ટીકાઓથી ભરપૂર આ પોસ્ટ બાદ હવે હસીન જહાં તરફથી શમીના વખાણ લોકોને ખાસ કંઈ રાસ નથી આવી રહ્યા.

હાલમાં જ હસીને એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, કંઈ પણ હોય, સારું પરફોર્મ કરી રહ્યો છે, સારુ રમશે, તો ટીમમાં બની રહેશે અને સારુ કમાશે. જો તે સારું કમાશે તો અમારું ભવિષ્ય સિક્યોર રહેશે. હું સારા પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવું છું, પણ તેને (શમીને ) નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે હજુ સુધી કાયદાકીય રીતે છુટાછેડા થયા નથી અને તેમ છતાં બંને જણ અલગ રહી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button