નસકોરાની સાથે શરીરમાં આવા ફેરફારો જોવા મળે છે તો તે છે ગંભીર રોગોના લક્ષણો

રાતના સુતી વખતે નસકોરા આવવા એ એક સામાન્ય સમસ્યા છે જે ઘણા કારણોસર થઈ શકે છે. ઘણી વખત શરદીને કારણે પણ નાક બંધ થઈ જવાથી વ્યક્તિ સુતી વખતે નસકોરા બોલાવે છે. વ્યક્તિનો વાયુ માર્ગ અવરોધાય તો પણ સુતી વખતે નાખવાથી મોટા અવાજો આવતા હોય છે. આ ઉપરાંત એલર્જી અથવા શ્વસનના શેપ જેવા કારણોસર પણ નસકોરા આવી શકે છે નસકોરા બોલાવવા એક સામાન્ય બાબત છે, પરંતુ જો એની સાથે તમારા શરીરમાં કેટલાક ખાસ ફેરફારો થઈ રહ્યા હોય તો તે સમસ્યા ગંભીર છે અને એ કોઈ ગંભીર બીમારી તરફ સાંકેત કરી રહી છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે.
નસકોરા બોલાવવા એ સામાન્ય બાબત છે પરંતુ કેટલાક ખાસ કિસ્સાઓમાં એ ગંભીર રોગોની નિશાની પણ હોઈ શકે છે આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ જો તમને રાત્રે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, સતત ઉધરસ આવતી હોય કે રોજિંદા કામ કરતી વખતે છાતીમાં અસ્વસ્થતા અનુભવાતી હોય કે દિવસ દરમિયાન થાક લાગતો હોય અને આની સાથે જો ઊંઘ દરમિયાન રાતમાં નસકોરા આવતા હોય તો તમારે વિલંબ કર્યા વિના ડોક્ટર પાસે જવું જોઈએ. ડોક્ટરના મતે આ બધી સમસ્યાઓની સાથે નસકોરા પણ અસ્થમાનો સંકેત હોઈ શકે છે તેથી અસ્થમાની સમયસર ઓળખ કરવી અને તેની યોગ્ય સારવાર કરવી ખૂબ જ મહત્વની છે.
ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલમોનરી ડિસીસ (સીઓપીડી)ઃ-
COPD એ એક એવી સ્થિતિ છે જેમાં ફેફસા અને વાયુમાર્ગમાં બળતરા થાય છે આવી સ્થિતિમાં પણ ડોક્ટર પાસે જઈને યોગ્ય તપાસ કરાવી અને સારવાર કરાવી જરૂરી છે.
શ્વસન ચેપ:-
શ્વસન ચેપ વાયરલ અથવા બેક્ટેરિયલ હોઇ શકે છે એટલે કે બ્રોન્કાઇટીસ કે ન્યુમોનિયા થાય ત્યારે શ્વાસનળીમાં સોજો વગેરેને કારણે પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
નસકોરા સાથે શરીરમાં જોવા મળતા આવા બધા ફેરફારો હાર્ટ ફેલ્યોરના જોખમને સૂચવે છે. જ્યારે તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારની સમસ્યાના કારણે તે શરીર માટે પૂરતું લોહી પંપ કરી શકતું નથી ત્યારે ફેફસામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને તમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે અને પરિણામે તમને નસકોરા આવવા અથવા તો સવાર સાંજ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં કફ ભરાઈ જવું જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેથી આવી પરિસ્થિતિ બને તે પહેલા જ તેની તપાસ કરાવો. સમયસર યોગ્ય નિદાન અને સારવાર કરાવવાથી સંભવિત ગુંચવણોને રોકવામાં મદદ મળે છે.