પટના એરપોર્ટ પર રનવે પર થયું કંઈક એવું કે…
દુનિયાભરમાં જે રીતે સારા મિત્રોની જોડીઓ હોય છે એ જ રીતે દુશ્મનોની પણ જોડીઓ હોય છે, જેમ શ્વાન-બિલાડી, બિલાડી- ઉંદર અને એ જ રીતે સાપ અને નોળિયાની પણ જૂની દુશ્મની છે. જેવા બંને જણ એકબીજાની સામે આવે એટલે બંને જણ એક બીજાના લોહીના તરસ્યા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર પણ આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સાપ અને નોળિયા વચ્ચેની ફાઈટ જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં સાપ અને નોળિયો આપસમાં ઝઘડતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો પટના એરપોર્ટનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પહેલાં તો આ વીડિયો જોતાં એવું લાગી રહ્યું છે આ લડાઈ એક સાપ અને નોળિયા વચ્ચે છે, પણ પછી આગળ જતાં બે નોળિયા પણ આ લડાઈમાં જોડાઈ જાય છે અને આ ઝઘડો વધુ ઈન્ટરેસ્ટિંગ બની રજાય છે. સાપ પોતાનો જીવ બચાવવા માટે માથું ઉંચકી ઉંચકીને બચાવવાનો પ્રયાસ કરે છે, પણ નોળિયા પોતાનો અટેક ચાલુ જ રાખે છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ અનન્યા પાંડે જ્યારે એણે કર્યું….
અહીંયા તમારી જાણ માટે કે સાપ અને નોળિયાની દુશ્મની ખૂબ જ જૂની છે અને બંનેની દુશ્મનીનું મુખ્ય કારણ શિકાર છે. સાપ નોળિયા અને એના બચ્ચાનો શિકાર કરે છે, જ્યારે નોળિયા સાપનો શિકાર કરીને એને ખાઈ જાય છે. શિકારી-શિકારના આ અનોખા સંબંધે હુમલા અને બચાવની આ અનોખી સાઈકલને જન્મ આપ્યો છે. જેમાં દરેક પ્રજાતિ બીજાની રણનીતિનો મુકાબલો કરવા પોતાની જાતને ઢાળે છે.
આ વીડિયો બી હરામી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, અને અત્યાર સુધીમાં લાખો વખત આ વીડિયો જોવાઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે કોઈ જઈને પ્લીઝ બિચારા સાપને બચાવો. બીજાએ લખ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે પાછળ રહેલાં બે નોળિયા કહી રહ્યા છે કે ભાઈનો મેટર થઈ ગઈ છે…