સ્મૃતિ મંધાનાને છેતરી રહ્યો હતો પલાશ મુચ્છલ, મેરી ડિકોસ્ટા નામની મહિલા સાથેની ચેટ છઈ લીક…

ઈન્ડિયન વુમેન્સ ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કંપોઝન પલાશ મુચ્છલ 23મી નવેમ્બરના લગ્ન કરવાના હતા. લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ હતી, પરંતુ અચાનક પારિવારિક કારણોસર આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા.
દરમિયાન પલાશ અને સ્મૃતિએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હલદી, મહેંદી, સંગીતના ફોટો હટાવી દેતાં આખા પ્રકરણને અલગ જ વળાંક મળ્યો. આજે સોશિયલ મીડિયા પર પલાશના એક મહિલા સાથેના ચેટના સ્ક્રીન શોટ્સ વાઈરલ થઈ રહ્યા છે, જેને કારણે પલાશ સ્મૃતિ સાથે ચીટિંગ કરી રહ્યો હોવાની વાતો પણ ચાલી રહી છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…

આપણ વાચો: સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન કેમ અચાનક મોકૂફ રાખવામાં આવ્યા?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ચેટના સ્ક્રીનશોટ્સમાં પલાશ કોઈ મેરી ડિકોસ્ટા નામની મહિલા સાથે ફ્લર્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ સ્ક્રીનશોટ્સ વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર પલાશ તેની ફિયાન્સી સ્મૃતિને ચીટ કરી રહ્યો હોવાની વાતો સામે આવી રહી છે.
જોકે, જે એકાઉન્ટથી ચેટ થઈ છે તે એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેના સ્ક્રીન શોટ્સ હજી પણ વાઈરલ થઈ રહ્યા છે.
2025માં કરવામાં આવેલા આ મેસેજમાં પલાશ મેરીને સ્વિમિંગ માટે સાથે આવવાનું કહે છે. જ્યારે મેરી પલાશના રિલેશનશિપ સ્ટેટસ, પ્રેમ વિશે જાણવાનો પ્રયાસ કરે છે ત્યારે પલાશ એ સવાલોના જવાબ આપવાનું ટાળે છે. સવાલોના સ્પષ્ટ જવાબો આપવાને બદલે પલાશ તેને મળવા માટે મનાવવાના પ્રયાસો કરે છે.
પલાશ મેરી સાથે સ્મૃતિ અને તેની રિલેશનશિપ વિશે પણ વાત કરતો જોવા મળે છે. પલાશ કહે છે કે તે પહેલાં સ્મૃતિ સાથે ટૂર પર જતો અને ચિલ કરતો, પરંતુ છેલ્લાં બે વર્ષથી તે નથી જતો કારણ કે તેના માટે હેક્ટિક થઈ જાય છે.
એટલું જ નહીં પલાશ મેરીને બીચ વોક માટે પીકઅપ કરવાની વાત પણ કરે છે અને તેની લવલાઈફ ખાસ કંઈ સારી નથી ચાલી રહી એ અર્થના મેસેજ પણ કરતો જોવા મળી રહ્યો છે.
આપણ વાચો: સ્મૃતિ મંધાનાના પિતા બાદ હવે આ નજીકની વ્યક્તિની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ…

અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન રદ થયા બાદ પલાશે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લોકોને પરિવારની પ્રાઈવસી જાળવવાની અપીલ કરી હતી.

જ્યારે પલાશની બહેન પલક મુચ્છલે પણ લગ્ન પોસ્ટપોન કરવાનું કારણ આપતાં પોસ્ટ કરી હતી કે સ્મૃતિના પિતાની તબિયત બગડતાં સ્મૃતિ અને પલાશના લગ્ન આગળ ઠેલવામાં આવ્યા છે. તમને બધાને વિનંતી છે કે તમે આ મુશ્કેલ સમયમાં ફેમિલીની પ્રાઈવસી જાળવી રાખો.
ખેર, લગ્ન ખરેખર સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયતને કારણે મોકૂફ રહ્યા છે કે પછી આ પાછળ કોઈ બીજું કારણ જવાબદાર છે એ તો રામ જાણે પણ, દાળમાં કંઈક કાળું તો ચોક્કસ છે…



