તમે હજી સુધી તમારા સ્માર્ટફોનમાં નથી ઓફ કરી આ સેટિંગ? જલ્દી કરી લો નહીંતર પસ્તાવવાનો વારો આવશે…

આજના સમયમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસેદિવસે વધી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે હવે માત્ર અભણ લોકો જ નહીં, પરંતુ ભણેલા-ગણેલા લોકો પણ આ ઠગાઈનો ભોગ બની રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેટ સેન્ટર (I4C)એ દ્વારા દેશના તમામ સ્માર્ટફોન યુઝર્સ માટે એક અત્યંત મહત્વનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાયબર ક્રિમીનલ્સ પોતાની ઓળખ ડિલિવરી એજન્ટ અથવા કુરિયર કંપનીના કર્મચારી તરીકે આપીને લોકોને ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે. આજના ડિજીટલ ટાઈમમાં સાયબર ક્રિમીનલ્સ નાનકડા SMS કે કોલ દ્વારા તમારી આખી જિંદગીની કમાણી સાફ કરી શકે છે.
આપણ વાચો: તમારો ફોન હેક છે કે નહીં? આ રીતે કરો ચેક અને સાયબર ફ્રોડથી બચો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
કેવી રીતે કામ કરે છે આ નવું સાયબર સ્કેમ?
આ ફ્રોડમાં ઠગ પીડિતને કોલ કરીને જણાવે છે કે તમારું કોઈ પાર્સલ આવ્યું છે અથવા ડિલિવરી રી-શેડ્યુલ કરવાની છે. ત્યારબાદ તેઓ તમને એક SMS મોકલે છે અને કહે છે કે પાર્સલ કન્ફર્મ કરવા માટે 21 થી શરૂ થતો એક કોડ ડાયલ કરો. તમે જેવો આ કોડ ડાયલ કરો છો એટલે તમારા ફોન પરના તમામ કોલ અને મેસેજ આપોઆપ ઠગના નંબર પર ફોરવર્ડ થઈ જાય છે.
વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર વેરિફિકેશન કોડ અને ઓટીપી પણ સીધા સાયબર ક્રિમીનલ્સના ફોન પર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં તેઓ ખૂબ જ સરળતાથી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને તમારા વીડિયો અને ફોટોનો દુરૂપયોગ કરી શકે છે.
આપણ વાચો: ‘જસ્ટિસ ચંદ્રચુડ’ને નામે 3.71 કરોડનું સાયબર ફ્રોડ: સુરતથી યુવાન પકડાયો
આ USSD કોડ્સથી દૂર રહો
સાયબર એજન્સીઓ દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કોઈ અજાણી કે શંકાસ્પદ લાગતી વ્યક્તિના કહેવા પર ક્યારેય 21, 61 અને 67 આ કોડ્સ તમારા ફોનની સેટિંગ્સ બદલીને તમને સાઈબર ફ્રોડનો શિકાર બનાવી શકે છે.
ભૂલથી કોડ ડાયલ થઈ જાય તો…
જો તમને એક પણ વખત એવી શંકા આવે કે ભાસ થાય કે તમારા કોલ ફોર્વર્ડ થઈ રહ્યા છે તો આવી સ્થિતિમાં તમારા ફોન પરથી તાત્કાલિક ##002# ડાયલ કરો. આ એક યુનિવર્સલ કોડ છે જે તમામ પ્રકારના કોલ ફોર વર્ડિંગ સર્વિસને ઈમિડિયેટલી જ સ્ટોપ કરી દે છે.
સાયબર ફ્રોડથી બચવા આટલી તકેદારી ચોક્કસ રાખો
વધતાં જતા સાયબર ફ્રોડના કિસ્સાઓને ધ્યાનમાં લેતા કેટલીક તકેદારીઓ ચોક્કસ રાખવી જોઈએ. જેમ કે વોટ્સએપ કે પછી ટેક્સ્ટ મેસેજ પર આવેલી કોઈ પણ અજાણી શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
આ સિવાય કોઈ પાર્સલ, ડિલીવરી અંગે શંકા આવે કો જે તે કંપનીની ઓફિશિયલ સાઈટ પર જઈને ત્યાં આપવામાં આવેલા નંબર પર જ કોલ કરો. ગૂગલ પરથી મળેલા હેલ્પ લાઈન નંબર પર આડેધડ કોલ ના કરશો. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કોઈ પણ અજાણી વ્યક્તિને કોલ પર બેંકિંગ ડિટેઈલ્સ કે ઓટીપી શેર ન કરો.
આપણ વાચો: નિવૃત્ત મહિલા બૅન્કર સાથે 1.35 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ: 12 વિરુદ્ધ ગુનો
સાયબર ફ્રોડ થાય તો ક્યાં કરશો ફરિયાદ?
જો તમામ તકેદારીઓ અને સાવધાની રાખ્યા બાદ પણ તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો શું કરવું એ વિશે વાત કરીએ તો તમારે વિના વિલંબ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છે. આ સિવાય તમે સરકારના ઓનલાઈ પોર્ટલ www.cybercrime.gov.in પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.



