હેં, સ્માર્ટ ફોનની પણ હોય છે Expiry Date? આ રીતે કેલ્ક્યુલેટ કરો તમારા ફોનની આવરદા… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

હેં, સ્માર્ટ ફોનની પણ હોય છે Expiry Date? આ રીતે કેલ્ક્યુલેટ કરો તમારા ફોનની આવરદા…

આપણે સામાન્યપણે જ્યારે ફૂડ આઈટમ્સ અને એમાં પણ ખાસ કરીને દવાઓની ખરીદી કરીએ છીએ ત્યારે તેના પર તેની એક્સપાયરી ડેટ જોવાનું ચૂકતા નથી, કારણ કે નહીં તો હેલ્થ સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. પરંતુ જો તમને કોઈ કહે કે સ્માર્ટ ફોનની પણ એક્સપાયરી ડેટ હોય છે તો તમારા માનવામાં આવે ખરી આ વાત? પહેલી ક્ષણે તો ના માનવામાં આવે પણ આ હકીકત છે. આવું થાય છે અને આજે આપણે અહીં એ વિશે વાત કરીશું અને એ પણ જાણીશું કે કઈ રીતે તમે જાણી શકો છો તમારા સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ વિશે.

આપણામાંથી મોટાભાગના લોકો જ્યારે પણ સ્માર્ટ ફોન ખરીદે છે ત્યારે એવું વિચારે છે કે આ સ્માર્ટ ફોન હવે તેમને વર્ષો સુધી ચાલશે. પરંતુ હકીકતમાં એવું નથી હોતું. દરેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસની એક નિર્ધારિત ઉંમર હોય છે એ જ રીતે મોબાઈલ ફોનની પણ એક લિમીટ હોય છે. પરંતુ ફરક માત્ર એટલો જ છે કે ફૂડ આઈટમ્સ અને મેડિસીનની જેમ ફોનના બોક્સ પર તેની આ લિમીટ નથી લખેલી હોતી અને એને સમજવા કે કેલ્ક્યુલેટ કરવાની કેટલીક રીત હોય છે.

ફોનની એક્સપાયરી ડેટ એટલે…

ફોનની એક્સપાયરી ડેટ હોવાનો અર્થ એવો નથી કે તે એક દિવસ અચાનક જ કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ એનો અર્થ એવો થાય છે કે જ્યારે તમારા ફોનનું પર્ફોર્મન્સ એકદમ બેસ્ટ હોય છે અને સોફ્ટવેર સપોર્ટ આપે છે. ત્યાર બાદ ફોન ધીરે ધીરે સ્લો કામ કરવાનું શરૂ કરે છે, તેનું બેટરી બેકઅપ ઘટી જાય છે અને સિક્યોરિટી સિસ્ટમ નબળી પડવા લાગે છે.

કેટલી હોય ફોનની આવરદા?

વાત કરીએ ફોનના લાઈફ સ્પેનની તો સામાન્યપણે એક ફોન ત્રણથી પાંચ વર્ષ સુધી ચાલે છે. જોકે, એ સંપૂર્ણપણે એ વાત પર આધાર રાખે છે કે તમે ફોનનો કેવો અને કેટલો વપરાશ કરો છો. ફ્લેગશિપ ફોન કે જેમાં સેમસંગ એસ સિરીઝ, આઈફોન, વન પ્લસ પ્રોનો સમાવેશ થાય છે તે સામાન્યપણે પાંચ વર્ષ સુધી સારું પ્રદર્શન કરે છે. જ્યારે મિજ રેન્જ કે બજેટ ફોન આશરે ત્રણ વર્ષ સુધી સરખા કામ કરે છે.

કઈ રીતે જાણશો કે તમારા ફોનની એક્સપાયરી ડેટ આવી ગઈ છે
ફોનની એક્સપાયરી ડેટ નજીકમાં આવી છે એ જાણવા માટે અહીં કેટલીક બાબતો જણાવવામાં આવી છે, જેના પરથી તમે જાણી શકો છો કે તમારા ફોનની આવરદા હવે પૂરી થવામાં આવે છે.

  • ફોન વારંવાર હેન્ગ થવા લાગે છે
  • બેટરી બહુ ઝડપથી ડાઉન થવા લાગે છે
  • એપ્સ વારંવાર ક્રેશ થવા લાગે છે
  • ફોનને સિક્યોરિટી અને સોફ્ટવેર અપડેટ મળવાનું બંધ થઈ જાય
  • ચાર્જિંગ પોર્ટ કે સ્પીકર જેવા હાર્ડવેર બદલવાની જરૂર પડે કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો તમારા ફોનની એક્સપાયરી ડેટ
  • સામાન્યપણે કોઈ પણ કંપનીનો ફોન લોન્ચ થયા બાદ ત્રણથી પાંચ વર્ષ સુધી જ અપડેટ આપે છે.
  • જોકે, હવે અનેક કંપનીઓ જેમ કે સેમસંગ, ગૂગલ વગેરે પોતાના ફોનને સાત સાત વર્ષનં સોફ્ટવેર અપડેટ સપોર્ટ આપે છે.
  • દરેક બેટરીની આશરે 500થી 800 ચાર્જિંગ સાઈકલની લિમીટ હોય છે, જો તમે રોજ ફોન ચાર્જ કરો છો તો અઢીથી ત્રણ વર્ષમાં તેની કેપેસિટી ઘટવા લાગે છે.
  • આ સિવાય જો તમારો ફોન નવી એપ કે ગેમને યોગ્ય રીતે નથી ચલાવી શકતો તો એ પણ તમારો ફોન એક્સપાયરીની નજીક પહોંચી ગયો છે તેનો સંકેત છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button