Smartphoneના બોક્સમાં આવતી આ નાનકડી વસ્તુને નકામી સમજીને ફેંકી દો છો? આ વાંચી લો…
આજકાલ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે અને સ્માર્ટ ફોન ખરીદતી વખતે બોક્સમાં ફોન સિવાય બીજી પણ અનેક વસ્તુઓ આવે છે, જેના પર આપણે ધ્યાન નથી આપતા. આજે અમે અહીં ફોનના બોક્સમાં આવતી જ એવી નાનકડી પણ મહત્ત્વની વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આપણામાંથી ઘણા લોકો અનવોન્ટેડ સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ એ ખૂબ જ કામની વસ્તુ હોય છે. જી હા, અમે અહીં વાત કરી રહ્યા છીએ સ્માર્ટ ફોન સાથે મળનારા સ્ટીકર્સની. આ સ્ટીકર્સનું મહત્ત્વ સમજ્યા વિના લોકો તેને ફેંકી દે છે, પરંતુ આ સ્ટીકર્સ તમારા ફોનની સિક્યોરિટી માટે ખૂબ જ જરૂરી હોય છે.
આ પણ વાંચો: ટૅક વ્યૂહઃ સ્માર્ટ ફોન… સ્માર્ટ વૉચ ને હવે તૈયાર છે સ્માર્ટ હેલ્મેટ!
સ્માર્ટફોનમાં કર્વ્ડ ડિસ્પ્લેનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને આ પ્રકારના ડિસ્પ્લેને સિક્યોર રાખવા માટે સામાન્ય સ્ક્રીન ગાર્ડ અસરકારક નથી હોતા. કર્વ્ડ ડિસ્પ્લે પર જ્યારે સ્ક્રીન ગાર્ડ લગાવવામાં આવે છે તો તેની કિનારીઓ ખુલી રહી જાય છે. એને સારી રીતે સીલ કરવા માટે યુવી ગ્લૂનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્લૂ ડિસ્પ્લે અને સ્ક્રીન ગાર્ડની વચ્ચે મજબૂતીથી ચિપકી જાય છે અને તેની કિનારીઓને ઢાંકીને સિક્યોર કરે છે.
આ પણ વાંચો: આ 35 ડિવાઈસ પર WhatsApp કામ નહીં કરે, શું તમારો સ્માર્ટફોન પણ આ લિસ્ટમાં છે?
જોકે, યૂવી ગ્લૂનો ઉપયોગ કરતી વખચે કેટલીક સાવધાની રાખવી પડે છે. જો આ ગ્લૂ ભૂલથી પણ ઈયરપીસ, પાવર બટન કે ફોનના કોઈ બીજા પાર્ટમાં જાય છે તો આ પાર્ટના બગડવાના ચાન્સીસ વધી જાય છે. આ ગ્લૂ એ સેન્સેટિવ પાર્ટમાં જઈને તેને નુકસાન પહોંચાડે છે. અહીં જ આ સ્માર્ટફોન સાથે મળતા નાના નાના સ્ટીકર્સ કામ આવે છે. આ સ્ટીકર્સને ફોનના ઈયરપીસ, પાવર બટન સહિતના અન્ય સેન્સેટિવ પાર્ટ્સને કવર કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: તમે પણ નવો જ સ્માર્ટફોન ખરીદ્યો છે તો પહેલાં આ વાંચી લો…
મોટાભાગના લોકોને સ્ટીકર્સના આ મહત્ત્વના પાર્ટ વિશે જાણકારી નથી હોતી એટલે તકેઓ તેને નકામા સમજીને ફેંકી દે છે. પરંતુ આ નાનકડી અને નકામી લાગતી વસ્તુ તમારા મોંઘા મોંઘા સ્માર્ટફોનને નુકસાન પહોંચતા બચાવે છે. હવેથી જ્યારે પણ કોઈ નવો સ્માર્ટફોન ખરીદો તો બોક્સમાં આવતી દરેક વસ્તુ પર ખાસ ધ્યાન આપો. બની શકે કે બોક્સમાં આવેલી નાનકડી વસ્તુ તમને ભલે નકામી લાગી રહી હોય પણ તમારા સ્માર્ટફોનને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે…