મોબાઈલ ફોનને ચાર્જ કરતી વખતે તમે પણ કરો છો આ ભૂલો? આજે જ બંધ કરી દો નહીંતર…

સ્માર્ટફોન એ આજના સમયની સૌથી વધારે જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. પરંતુ આ મોબાઈલને લઈને જ આપણે કેટલીક એવી ભૂલો કરી જતાં હોઈએ છીએ કે જેના ગંભીર પરિણામો આવી શકે છે. આજે અમે તમને અહીં મોબાઈલ ફોનને ચાર્જિંગમાં મૂકતી વખતે કેટલીક એવી ભૂલો કરતાં હોઈએ છીએ કે જેને કારણે ફોનની બેટરી લાઈફ તો ઘટી જાય છે, પરંતુ એની સાથે સાથે કોઈ વખત દુર્ઘટના પણ થાય છે એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આજકાલ સોશિયલ મીડિયા પર પણ મોબાઈલ ફોન ચાર્જિંગને લઈને જાત જાતના મિથ અને વીડિયો વાઈરલ થતાં હોય છે. જેમ કે આખી રાત મોબાઈલ ફોનને ચાર્જિંગમાં ફોન લગાવીને ઉંઘવું, ફોનને 0 ટકા થયા બાદ ત્યાર બાદ જ બેટરી ચાર્જ કરવા મૂકવી વગેરે વગેરે… ફોન ચાર્જ કરવાની આદતો ડિવાઈસની બેટરી માટે જેટલી નોર્મલ લાગે છે એટલી હાનિકારક પણ હોય છે. એક્સપર્ટ્સ અને રિસર્ચરના જણાવ્યા અનુસાર કેટલાક બેઝિક નિયમોને સમજીને તને તમારા ફોનની બેટરી લાઈફ બચાવવાની સાથે સાથે સિક્યોરિટીનું ધ્યાન પણ રાખી શકો છો.
સૌથી પહેલાં તો તમારી જાણ માટે કે મોટાભાગના મોર્ડન સ્માર્ટ ફોનની બેટરી લિથીયમ કે આયનની હોય છે. સાઈન્ટિફિક ફેક્ટ્સને ધ્યાનમાં લઈને લિથિયમ આયન બેટરીને સંપૂર્ણપણે ડ્રેઈન કરી દેવી કે ખાલી કરી દેવી કે વારંવાર ચાર્જ કરવી યોગ્ય નથી.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ફૂલ ડિસ્ચાર્જ થયેલી બેટરીને 0 સુધી લઈ જવું તેની બેટરી લાઈફ ઘટાડે છે એટલે નાની નાની ચાર્જિંગ સાઈકલ્સ કરવી વધારે સારું રહે છે. અનેક લોકો બેટરી સંપૂર્ણપણે ઉતરી જવાની રાહ જુએ છે. અનેક વખત એવું પણ કહેવામાં આવે છે કે 100 ટકા ચાર્જ કરવી બેટરીને ખરાબ કરે છે. કેટલાક એક્સપરિમેન્ટ્સમાં જાણવા મળ્યું છે કે બેટરીને વારંવાર હાઈ વોલ્ટેજ સ્ટેટમાં રાખવી એટલે કે 100 ટકા સુધી લાંબા સમય સુધી રાખવાથી બેટરીને નુકસાન થાય છે.
હવે જો બેટરી 100 ટકા ના હોવી જોઈએ કે ન તો 0 ટકા હોવી જોઈએ તો આખરે બેટરી કેટલી હોવી જોઈએ એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. તમારા આ સવાલનો જવાબ છે 80 ટકા જેટલી બેટરી રાખવી એ મોબાઈલ અને બેટરી લાઈફ બંને માટે હિતાવહ છે. અત્યારના સ્માર્ટફોન્સમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ જ એડવાન્સ્ડ હોય છે, જે સ્માર્ટફોનને ખૂબ જ ઓછું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં પ્રયાસ કરો કે તમારા ફોનની બેટરી 20થી 80 ટકા સુધીનું ચાર્જિંગ હોવું જ જોઈએ.
ફાસ્ટ ચાર્જિંગને લઈને પણ અલગ અલગ સ્ટડીઝ સામે આવી રહી છે અને એ અનુસાર વધારે પડતું ફાસ્ટ ચાર્જિંગ બેટરી પર તાણ વધારે છે અને તેની બેટલી લાઈફ ઘટાડે છે. પરંતુ સારી ક્વોલિટીના ચાર્જર્સ અને સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ આ નુકસાનની તીવ્રતાને ઘટાડે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિચી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો: કુંડળી પછી જોજો, લગ્ન પહેલા કરાવી લેજો મહત્વના આ 3 ટેસ્ટ: સુખમાં વિતશે દાંપત્યજીવન



