સ્પેશિયલ ફિચર્સ

તમે પણ મોબાઈલ 100 ટકા ચાર્જ કરવાનો આગ્રહ રાખો છો? આજે જ બંધ કરી દો…

આપણામાંથી ઘણાં લોકો એવા હોય છે કે જેમને મોબાઈલ ફોન હંમેશા 100 ટકા ચાર્જ કરવાનો આગ્રહ રાખે છે, પરંતુ શું તમને ખબર છે કે તમારી આ આદત તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે? ચાલો તમને આજે જણાવીએ તમારી આદતનું શું પરિણામ આવી શકે છે…

આ પણ વાંચો :દુનિયામાં ભારતના Call Rates સૌથી ઓછા, જાણો કેટલા કરોડ છે Mobile કનેક્શન?

તમે પણ જો ફોનને ચાર્જિંગમાં મૂક્યા બાદ કલાકો સુધી સુધી મોબાઈલ ફોનને ચાર્જિંગ મોડમાં જ મૂકી રાખો છો કે પછી મોબાઈલ ફોનની બેટરી 100 ટકા ચાર્જ થવાની રાહ જોયા કરો છો, 100 ટકા ચાર્જ દેખાડ્યા બાદ જ તમે પણ તમારા ફોનને ચાર્જિગમાંથી કાઢતા હોવ તો આ તમારે આ લેખ છેલ્લે સુધી ચોક્કસ વાંચી જવા જેવો છે.

તમારી આ મોબાઈલ 100 ચાર્જ કરવાની આદતને કારણ તમે ખુદ જ તમારા ફોનની આવરદા ઘટાડી રહ્યા છો. નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો મોબાઈલ ફોનને 100 ટકા ચાર્જ ના કરવો જોઈએ, કારણ કે આને કારણે બેટરી લાઈફ ઘટી જાય છે. આજકાલના સ્માર્ટફોનમાં લિથિયમ-આઈઓએન બેટરી હોય છે, જે લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ જૂના ફોનમાં નિકેલ બેટરી હતી, જેને વારંવાર ચાર્જ કરવાની જરૂર પડતી હતી.

આ પણ વાંચો :તમે Mobile Charge કરતી વખતે કરો છો આ ભૂલ??? આજે જ બંધ કરી દો નહીંતર…

જો તને નોટિસ કર્યું હોય તો રેગ્યુલર એપ્સ ચલાવ્યા બાદ પણ તમારો ફોન લાંબા સમય સુધી ચાર્જ રહે છે. પરંતુ લિથિયમ બેટરીને જો તે 50 ટકાથી વધુ વારંવાર ચાર્જ કરશો તો તેની લાઈફ ઘટી જાય છે અને તમારા ફોનની બેટરી ડ્રેન થઈ જાય છે. જેને કારણે તમારે વારંવાર ફોન ચાર્જ કરવો પડી શકે છે.

આ ઉપરાંત આજકાલના સ્માર્ટફોનમાં બેટરીની ચાર્જિંગ લિમિટ સેટ કરવામાં આવે છે અને એને કારણે મોબાઈલની બેટરી લાઈફ સારી રહી છે. આ બધા જ કારણે મોબાઈલ ફોનને 100 ટકા ચાર્જા ના કરવો જોઈએ અને તમારા ફોનની ચાર્જિંગ લિમિટ તમારે સેટ કરવી જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત