રસોડામાં મૂકેલા મસાલાનો સ્વાદ, સુગંધ અને રંગ ઉડી જાય છે, ક્યાંક તમે પણ તો આ ભૂલ નથી કરતાં ને?

ભારતીય રસોડાની જાન છે એમાં રહેલાં મસાલા અને આવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. રસોઈનો સ્વાદ વધારવાનું કામ કરવાની સાથે સાથે આયુર્વેદિક પ્રોપર્ટીઝ પણ ધરાવે છે. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, મરી, લવિંગ, હિંગ જેવા મસાલાનો પોતાનો સ્વાદ, સુગંધ અને ખાસ મહત્ત્વના છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે આ મસાલાનો સ્વાદ, રંગ અને સુગંધ બદલાઈ જાય છે, શું તમારી સાથે પણ આવું થાય છે? આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમારા મસાલાના ડબ્બામાં રહેલાં મસાલાની સુગંધ, સ્વાદ કે કલર નહીં ઉડે. ચાલો જોઈએ શું છે આ ટિપ્સ..
આ રીતે સ્ટોર કરો મસાલા
મસાલા એ ભારતીય રસોડાની શાન છે અને માત્ર ભારતીયો જ નહીં પણ વિદેશીઓને પણ આ ઈન્ડિયન મસાલાના ચટાકાના શોખીન છે. પરંતુ આ મસાલા સ્ટોર કરવાની ખોટી રીતને કારણે તેનો સુગંધ અને કલરને નુકસાન પહોંચે છે. આજે આપણે અહીં જાણીશું કેટલીક એવી ટિપ્સ કે જે તમારા મસાલાને તરોતાજા અને સારા રાખશે-

એરટાઈન્ટ કન્ટેનરમાં સ્ટોર કરો
સૌથી પહેલાં તો ધ્યાનમાં રાખો મસાલાને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. સ્ટીલ, કાચ કે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકના જાર બેસ્ટ ચોઈસ છે અને તેમાં હવા કે ભેજ કે હવા અંદર નથી જતાં. મસાલા લાંબા સમય સુદી તાજા રહે છે. મસાલાને ખુલ્લા રાખવાનું ટાળો અને જરૂર પ્રમાણે થોડા થોડા કાઢીને વાપરવાનું રાખો.

ઠંડી અને અંધારું હોય એવી જગ્યા પર રાખો
મસાલાને એરટાઈટ કન્ટેનરની સાથે સાથે હંમેશા અંધારું હોય એવી અને ઠંડી જગ્યા પર રાખો. સ્ટોવ, ગેસ હોય એવી જગ્યા પર મસાલાને રાખવાથી તે ખૂબ જ ઝડપથી ખરાબ થવા અને હવાવા લાગે છે. આ સિવાય સૂર્ય પ્રકાશમાં પણ મસાલાને રાખવાનું ટાળો, નહીં તો તેના રંગ પર તેની અસર જોવા મળે છે.

⦁ કિચન કેબિનેટમાં રાખો
જો શક્ય હોય તો મસાલાને રાખવા માટે અલગથી કેબિનેટ કે કિચન ડ્રોઅર રાખો. જે ડ્રાય અને ઠંડા હોય. આપણામાંથી અનેક લોકો મસાલાને ફ્રીજમાં રાખવાની ભૂલ કરે છે, પરંતુ આનાથી તેનું નેચરલ ઓઈલ અને સ્વાદ તરત જ ડાઉન થઈ જાય છે.

⦁ મસાલાને પીસતાં પહેલાં રોસ્ટ કરી લો
જો તમે રસોઈમાં આખા મસાલા જેમ કે મરી, લવિંગ, તાજ, એલચી કે જીરાનો ઉપયોગ કરતાં હોવ તો તેને મિક્સરમાં પીસતાં પહેલાં તેને હળવા રોસ્ટ કરી લો. આવું કરવાથી તેમાં રહેલાં એસેન્શિયલ ઓઈલ એક્ટિવ થાય છે અને ટેસ્ટ એન્હાન્સ થઈ જાય છે. શક્ય હોય ત્યાં એક વખત પિસાવેલા મસાલા 2થી 3 મહિનામાં જ વાપરી નાખો.

⦁ ચોખાના દાણા નાખો
મસાલાને લાંબા સમય સુધી તરોતાજા રાખવા માટે તેમાં ચોખા કે પછી તમાલપત્ર નાખી શકો છો. આ બંને વસ્તુઓ ભેજ શોષી લે છે અને મસાલા તાજા રહે છે. આ સિવાય મસાલાને એખ સાથે મિક્સ ના કરો, જેથી તેમનો સ્વાદ અને સુગંધ મિક્સ થઈ જશે.

આ પણ વાંચો…હલકા-ફુલકા મસાલા પાપડથી ડાયાબિટિસ થાય? જાણો આ નવા સંશોધન વિશે