ભારતમાં વધી રહ્યું છે સ્લિપ ડિવોર્સનું ચલણ, 78 ટકા લોકો ફોલો કરી રહ્યા છે આ ટ્રેન્ડ…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો કે આ સ્લિપ ડિવોર્સ એ વળી શું બલા છે? હેં ને? આજકાલના ભાગદોડવાળા જીવનમાં સંબંધ દિવસે દિવસેને બદલાતા જઈ રહ્યા છે અને આ બદલાતા સંબંધોનું જ પરિણામ છે સ્લિપ ડિવોર્સ. નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આમાં મેરિડ કપલ એક જ ઘરમાં રહેવા છતાં પણ અલગ અલગ ઊંઘે છે.
પરંતુ આખરે આનું ચલણ કેમ દિવસે ને દિવસે વધી રહ્યું, ભારતમાં આની શું સ્થિતિ છે અને એનાથી શું ફરક પડે છે? આ તમામ સવાલોના જવાબ આપણે અહીં મેળવીશું…
સ્લિપ ડિવોર્સ એ એક એવો ટ્રેન્ડ છે કે જેમાં કપલ્સ એક જ ઘરમાં રહેવા છતાં પણ અલગ અલગ બેડ કે અલગ અલગ રૂમમાં ઉંઘે છે. આ એક પ્રકારની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે જેમાં બંને પાર્ટનર પોતાની ઉંઘને મહત્ત્વ આપે છે. જોકે, આનો અર્થ બિલકુલ પણ એવો નથી કે તેમના સંબંધોમાં કોઈ સમસ્યા છે.
આપણ વાચો: ડિવોર્સની અફવાઓ વચ્ચે જય ભાનુશાલીએ માહી વિજ માટે શેર કરી પોસ્ટ, કહ્યું તું કમાલ…
શું છે આ સ્લિપ ડિવોર્સ?
આપણે ત્યાં એવી પરંપરા રહી છે કે પરિણીત કપલ્સ એક જ સાથે એક રૂમમાં ઉંઘે છે, પરંતુ હાલમાં સમયમાં સ્લિપ ડિવોર્સનું ચલણ વધી રહ્યું છે જ્યાં કપલ અલગ અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે. જોકે, તેઓ માત્ર શારીરિક રીતે અલગ ઉંઘે છે, પરંતુ તેમની વચ્ચે ઈમોશનલ બોન્ડ એવોને એવો જ રહે છે. આનો હેતુ સારી ઉંઘ લેવી અને સંબંધોમાં તાજગી જાળવી રાખવાનો છે.
ક્યાંથી આવ્યો આ ટ્રેન્ડ?
સ્લિપ ડિવોર્સનો કોન્સેપ્ટ અમેરિકા જેવા દેશમાં સૌથી પહેલાં આવ્યો. હવે ભારતમાં પણ લોકો ઝડપથી આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે. અમેરિકન એકેડેમી ઓફ સ્લિપ મેડિસિન 2024ના રિસર્ચમાં જાણવા મળે છે કે 29 ટકા અમેરિકનોએ રાતના સમયે પાર્ટનરથી દૂર બીજા રૂમમાં સૂવાનું પસંદ કર્યું હતું. 2023માં આ આંકડો 20 ટકા જેટલો હતો.
આપણ વાચો: કેસ ઠોકી દઈશઃ માહી વિજે ડિવોર્સની અફવા ફેલાવનારાને આપી ચેતવણી…
ભારતની શું છે સ્થિતિ?
વાત કરીએ આ ટ્રેન્ડની ભારતમાં શું સ્થિતિ છે તો ભારકે 53 ટકા લોકોએ સ્લિપ ડિવોર્સને ફોલો કર્યો છે. આ ટ્રેન્ડને ફોલો કર્યા બાદ તેમને સારી ઊંઘ આવે છે. જે લોકો અલગ અલગ રૂમમાં ઉંઘે છે તેઓ એક જ રૂમમાં ઉંઘતા કપલની સરખામણીએ દરરોજ રાતે 37 મિનિટ વધારે ઉંઘ્યા હતા. આજે ભારતમાં આશરે 78 ટકા કપલ્સ સ્લિપ ડિવોર્સને ફોલો કરી રહ્યા છે.
સ્લિપ ડિવોર્સના ફાયદા

સ્લિપ ડિવોર્સના ફાયદાઓ વિશે વાત કરીએ તો આનો સૌથી મોટો ફાયદો તો છે સારી ઉંઘ. સારી ઉંઘની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે. આ ઉપરાંત તાણ ઓછો થવાની સાથે સાથે મૂડ પણ સારો રહે છે.
સ્લિપ ડિપોર્સના સૌથી મોટા ફાયદા વિશે વાત કરીએ તો ઉંઘને કારણે કપલ્સના સંબંધોમાં તાણ જોવા મળતો હતો, પરંતુ અલગ સૂવાને કારણે આ ઝઘડાનું પ્રમાણ ઘટવા લાગ્યા હતા અને સંબંધો સુધરવા લાગ્યા હતા.
આપણ વાચો: ગ્રે ડિવોર્સ …મોટી ઉંમરે છૂટાછેડા!
સ્લિપ ડિવોર્સના નુકસાન

સ્લિપ ડિવોર્સના ફાયદાઓ વિશે વાત કરી લીધા બાદ હવે વાત કરીએ સ્લિપ ડિવોર્સના નુકસાન વિશે વાત કરીએ. સ્લિપ ડિવોર્સને કારણે કેટલાર લોરોને ઈમોશનલ ડિસ્ટન્સ કે ભાવનાત્મક અંતર વધવા લાગે છે.
આ સિવાય રોમેન્ટિક સંબંધો પર પણ તેની અસર જોવા મળે છે સોશિયલ પ્રેશર પણ છે પ્રમુખ કારણ. આપણે ત્યાં આજે પણ એવી માન્યતા છે કે કપલ્સએ હંમેશા સાથે જ રહેવું જોઈએ, સૂવું જોઈએ આવી સ્થિતિમાં અલગ અલગ ઊંઘવું એ કપલ્સ માટે મૂંઝવણ, અવઢવનું કારણ પણ બંને છે.



