Skin Care Tips: શિયાળામાં આ ત્રણ જ્યુસ રાખશે તમારી ત્વચાનો ખાસ ખ્યાલ…
શીયાળાની ઋતુ (Winter Season)માં મોટા ભાગના લોકો સૂકી ત્વચા (Dry Skin)ની સમસ્યાથી પરેશાન હોય છે અને તે માટે લોકો મોંઘી ક્રીમ,ટોનર અને ફેસ ઓઇલનો ઉપયોગ કરતાં હોય છે. પણ આ ઋતુમાં જ્યૂસ તમારા ચહેરાને નિખારવામાં અને તેને આંતરિક રીતે પોષણ આપવા માટે ખૂબ જ મદદરૂપ છે. અમે તમને અહીં 3 ખાસ જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા રોજિંદા ખોરાકનો ભાગ બનાવશો તો ગ્લોઇંગ સ્કિન માટે થશે અનેક ફાયદા.
આ પણ વાંચો : ફોકસઃ નેચરલ પરફ્યૂમ લગાવવાથી શરીરને મળે છે અનેક ફાયદા, જાણો શું કહે છે આયુર્વેદ
ગાજરનો રસ (Gajar ka juice)
ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને પોષણ આપે છે, અને તેને ચમકદાર રાખવામાં મદદ કરે છે.
આમળાનો રસ (Amla juice)
આમળામાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચા માટે રામબાણ છે. તેનાથી ત્વચાની સ્થિતિસ્થાપકતા અને ચમક જળવાઈ રહે છે. તમે તેનું જ્યુસ, ચટણી, જામ અને અથાણાના રૂપમાં પણ સેવન કરી શકો છો.
કાકડીનો રસ ( Kheera juice)
આ સમયે કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી તે ત્વચાને હાઇડ્રેટ કરે છે (how to hydrate skin) અને તેને કોમળ અને ચમકદાર રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય કાકડી ત્વચાને સૂર્યના કિરણોથી થતા નુકસાનથી પણ બચાવે છે.
નોંધ: અહી આપવામાં આવતી ટિપ્સ માત્ર સૂચન છે, અનુસરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.