સ્પેશિયલ ફિચર્સ

ભારતનાં છ કરોડ લોકો પર છે બહેરાશનું જોખમ! WHOએ આપી ચેતવણી

નવી દિલ્હી: ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોમાં ઓછું સાંભળવાની કે બહેરાપણાની સમસ્યા ઝડપથી વધી રહી છે. થોડા દાયકા પહેલા તેને ઉમર વધવાની સાથે આવતી સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનો, બાળકોને પણ અસર કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, ભારતની વસ્તીના 6.3% અથવા આશરે 6 કરોડ લોકો પર શ્રવણશક્તિ ગુમાવવાનું અથવા બહેરાશનું જોખમ છે. જો કે કેટલીક આદતો પણ આ સમસ્યાને વધારી રહી છે.

આ પણ વાંચો…આજે ધનંજય મુંડે આપશે રાજીનામું? મોડી રાત સુધી દેવગિરીમાં શું થઈ ચર્ચા ને પછી…

15 વર્ષ પૂર્વે ભારતમાં 19% વસ્તીને હતી સમસ્યા
WHOએ તેના તાજેતરનાં જ એક વૈશ્વિક અહેવાલમાં ચેતવણી આપી છે કે 12 થી 35 વર્ષની વયના એક અબજથી વધુ લોકોને ઓછું સાંભળવાનું અથવા બહેરાશનું જોખમ હોઈ શકે છે. આનું મુખ્ય કારણ ઇયરબડ્સ દ્વારા લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળવું અને ઘોંઘાટવાળી જગ્યાએ રહેવું માનવામાં આવે છે. મેડિકલ રિપોર્ટ દર્શાવે છે કે સાંભળવાની સમસ્યાથી પીડાતા લોકોમાં મોટો ભાગ 0 થી 14 વર્ષની વય જૂથના લોકોનો છે. 2011ની ભારતીય વસ્તી ગણતરીમાં જાણવા મળ્યું હતું કે 19% વસ્તીને સાંભળવાની સમસ્યા હતી.

શા માટે યુવાનોમાં વધી રહી છે સમસ્યા?
યુવાનોમાં સમસ્યા વધી રહી છે કારણ કે લગભગ 65 ટકા લોકો ઇયરબડ્સ અથવા હેડફોનનો સતત ઉપયોગ કરે છે અને તેઓ 85 (ડેસિબલ) કરતા વધુ મોટા અવાજે તેનો ઉપયોગ કરે છે. આટલી તીવ્રતાનો અવાજ કાનના આંતરિક ભાગો માટે ખૂબ જ હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે, જેનાં કારણે યુવાનોને પણ બહેરા બનાવી રહ્યું છે.

આ પણ વાંચો…યુક્રેન મોટી મુસીબતમાં ફસાયું! ટ્રમ્પે યુક્રેનને અપાતી લશ્કરી સહાય બંધ કરી

2.5 અબજ લોકો પર બહેરાશનું જોખમ
વિશ્વ આરોગ્ય સંગઠનના (WHO) તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2050 સુધીમાં આશરે 2.5 અબજ લોકો પર ઓછું સાંભળવાનું અથવા બહેરાશનું જોખમ છે. ગંભીર નુકસાનના જોખમમાં રહેલા લગભગ 80 ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. આ સમસ્યા માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પણ ભારે અસર કરી રહી છે. તેમનો અંદાજ છે કે આ સમસ્યાને કારણે વૈશ્વિક સ્તરે વાર્ષિક આશરે $10 ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

ધ્વનિ પ્રદૂષણ મોટું પરિબળ
આ અંગે તબીબોનો મત છે કે સામાન્ય રીતે 60-65 વર્ષની ઉંમર પછી સાંભળવાની સમસ્યાઓ વધુ જોવા મળતી હતી, પરંતુ કોરોનાનાં સમય બાદ બાળકો અને યુવાનોમાં પણ આ સમસ્યાના કેસ સતત વધ્યા છે. ધ્વનિ પ્રદૂષણ એ સાંભળવાની સમસ્યાઓમાં વધારો કરવાનું એક મુખ્ય પરિબળ છે. આનુવંશિક સમસ્યાઓના કારણે બહેરા અને મૂંગા જન્મેલા બાળકોના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button