આવતીકાલે મીઠાના આ ઉપાય કરો અને મેળવો મા લક્ષ્મીની કૃપા…
આજથી દિવાળીનો પ્રારંભ થઈ ગયો છે અને આપણે અહીં વાત કરીશું ધનતેરસ પર કરવાના એવા ઉપાયો વિશે કે જેની મદદથી તમે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આ વખતે ધનતેરસ આવતીકાલે એટલે કે 10મી નવેમ્બર શુક્રવારના આવી રહી છે અને હિંદુ માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય તમારી ગરીબી દૂર કરી શકે છે. આ સિવાય અમુક ઉપાય સાધારણ મીઠાના પણ છે, કે જેને અનુસરીને તમે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં હમેશાંથી મીઠાંનું ખાસ મહત્વ સમજાવવામાં આવ્યું છે.
જયોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મીઠાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. આ ગ્રહ ઉપાય કરનારને ધન અને સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે. બસ આ જ કારણ છે કે ધનતેરસ પર મીઠું જરૂર ખરીદવું જોઈએ અને એના ઉપાય પણ કરવા જોઈએ.
ધનલાભ કરાવશે મીઠાનો આ ઉપાય
જો તમે આ દિવાળી પર માં લક્ષ્મીની કૃપા મેળવવા માગો છો તો ધનતેરસના દિવસે અવશ્ય મીઠું ખરીદીને ઘરે લાવો. મીઠાને એક કાચની વાટકીમાં ભરીને ઘરના પૂર્વ ખૂણામાં મૂકી રાખો. આ ઉપાય કરવાથી ઘરનો વાસ્તુ દોષ તો દૂર થાય જ છે પણ એની સાથે સાથે જ નાણાંકીય સમસ્યા પણ દૂર થાય છે.
નેગેટિવિટીને કહે ટાટા બાય બાય…
જો તમારા ઘર પરિવારમાં નકારાત્મકતાનું પ્રમાણ વધારે છે તો તમારે અચૂક ધનતેરસ પર મીઠાનો આ ઉપાય કરવો જોઈએ. નકારાત્મકતાને દુર કરવા માટે પાણીમાં થોડુ મીઠું મિક્સ કરો અને આ પાણીથી આખા ઘરની સફાઈ કરો. આ ઉપાયથી ઘરમાં સકારાત્મકતા વધશે અને ટૂંક સમયમાં જ તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે.
ચિંતામાંથી આ રીતે મુક્તિ અપાવશે મીઠું…
જો તમે લાંબા સમયથી કોઈ ચિંતામાં ડૂબી ગયા છો તો આ વખતે ધનતેરસ પર આખુ મીઠું ખરીદીને તેને દિવાળીમાં પૂજા સ્થાન પર કે મંદિરમાં રાખો. ત્યાર બાદ આ મીઠાને ઘરના એવા કોઈ ખૂણામાં કે સ્થાન પર મૂકી રાખો જ્યાં અંધારાનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ તમારી ચિંતા દૂર થઈ જશે.
વેપારનો વ્યાપ વધારવામાં મદદ કરે…
જો તમે પણ ઈચ્છો છો કે તમારા બિઝનેસની પ્રગતિ થાય તો ધનતેરસના દિવસે દુકાન, ઓફિસ કે પછી કામના સ્થળ પર મીઠાનું એક પેકેટ બનાવીને ઈશાન ખૂણામાં મૂકી રાખો. એવું કરતી વખતે ઈ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પેકેટ કોઈને ના દેખાય. આ ઉપાય અજમાવવાથી તમારો બિઝનેસ વધશે અને ખૂબ પ્રગતિ થશે..
દેવામાંથી અપાવશે મુક્તિ…
જો તમે પણ દેવામાં ઊંડે ડૂબી થઈ ગયા છો તો તો તમારે ચોક્ક્સ મીઠાનો આ ઉપાય કરવો જોઈએ. ધનતેરસના દિવસે એક કાચના ગ્લાસમાં પાણી અને મીઠું મિલાવીને ઘરની દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકી રાખી મૂકો. આ ઉપાય કરવાથી તમારી મુશ્કેલી દૂર થઈ જશે.