સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં ખૂબ વપરાતા ફ્લાવર-બ્રોકલીને આ રીતે ફટાફટ સાફ કરો

શિયાળાની વહેલી શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની ઋતુનો એક ખાસ ફાયદો હોય છે, આ ત્રણ-ચાર મહિના બજારોમાં લીલાછમ શાકભાજી મળે છે અને સસ્તા પણ મળે છે. ખાસ કરીને ગુજરાતી ઘરોમાં શિયાળામાં વિવિધ વાનગીઓ બનતી હોય છે. આ સિઝનમાં ખાસ કૉલી ફ્લવાર, કેબેજ અને બ્રોકલી તાજા મળે છે. આમ તો હવ બારેમાસ બજારમાં દેખાતા હોય છે, પરંતુ તેની મુખ્ય ઋતુ શિયાળો છે.

ઘણા લોકો ફ્લાવર કે બ્રોકલી ખાવાનું પસંદ તો કરે છે, પરંતુ તેને સાફ કરવાની કડાકૂટ ગમતી નથી. ફ્લાવર અને બ્રોકલીમા ખાસ કરીને કીડા હોવાથી ખૂબ સાવધાન રહેવું છે. તો ચાલો તમને અમુક ટ્રીક્સ આપીએ જેથી તમારું આ કામ થોડું સરળ થઈ જશે.

ફ્લાવર-કૉબી-બ્રોકલીને ફટાફટ કરો સાફ

  1. કૉબીજને પહેલા બરાબર કાપી ધોઈ લો. ત્યારબાદ એક સાદા પાણીના બાઉલમાં વિનેગર નાખી તેમાં કૉબીજ નાખો. વિનેગર બેક્ટેરિયા અને જીવજંતુઓ કાઢવામાં મદદ કરશે
  2. કૉબીજના બધા પત્તા અલગ કરી લો. એક બાઉલમાં પાણી અને હળદર પાઉડર નાખી તેને ઉકાળો અને પત્તા મિક્સ કરો. થોડીવારમાં પત્તા એકદમ સાફ થઈ જશે. આ તમામ ટ્રીક્સ તમે તમારી સમજ અને અનુભવ પ્રમાણે અજમાવો.
  3. એક તપેલીમાં પાણી નાખી, તેમાં એક નાની ચમચી નમક નાખો અને તેને ગેસ પર એકાદ મિનિટ ગરમ થવા દો
  4. ફ્લાવરના નાના ટૂંકડા કરી તેને આ પાણીમાં નાખો અને એક મિનિટ રહેવા દો. કચરો અથવા જીવજંતુ આપોઆપ છૂટા પડી જશે
  5. બ્રોકલી અથવા ફ્લાવરને બરફના એકદમ ઠંડા પાણીમાં થોડીવાર રાખો. પછી તેને સાફ કરી ઝીપબેગમાં ભરી ફ્રીજમાં મૂકી દો.

આપણ વાંચો:  બેઠાં બેઠાં પગ હલાવવાની આદત તમારા આરોગ્ય વિશે આપી રહી છે આ સંકેતો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button