મફતમાં આ રીતે તપાસો તમારા નામે કેટલા સીમકાર્ડ છે….
સીમકાર્ડ એક આવશ્યક ચિપ છે. મોબાઇલ માટે આ ચિપ જરૂરી છે. તમે તેને તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને કોઈને પણ કોલ મેસેજ અને કરી શકો છો અને ઇન્ટરનેટ ડેટા એક્સેસ પણ કરી શકો છો. કેન્દ્ર સરકાર ભારતમાં વ્યક્તિને તેના નામે 9 સિમ ખરીદવાની મંજૂરી આપે છે. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે સીમકાર્ડ ખરીદનારાઓની સંખ્યા પણ વધી ગઇ છે. યુઝર્સની સંખ્યા પણ વધી રહી હોવાથી સિમ કાર્ડનું વેચાણ પણ અનેકગણું વધી ગયું છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે વ્યક્તિ એક જ સમયે બે-બે સિમ કાર્ડનો ઉપયોગ કરતી હોય છે. કેટલાક તો 3 સિમ કાર્ડનો પણ ઉપયોગ કરતા હોય છે. આમ એક કરતાં વધુ સિમ કાર્ડ રાખવાથી સિમ કાર્ડ સંબંધિત છેતરપિંડીમાં પણ વધારો થયો છે. ઘણી વખત કેટલાક છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી કરવા માટે તમારા નામથી સીમકાર્ડ મેળવી દેતા હોય છે. આજે અમે તમને સરકારની એક ખાસ સુવિધા વિશે જણાવીશું, જેના દ્વારા તમે સરળતાથી ચેક કરી શકશો કે તમારા નામે કેટલા સીમકાર્ડ જારી કરવામાં આવ્યા છે. આ સેવા બિલકુલ મફત છે. તમે આ કામ ભારત સરકારના ટેલી કમ્યુનિકેશન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ પર કરી શકો છો. આ વેબસાઈટ પર જઈને મોબાઈલ યુઝર્સ સરળતાથી ચેક કરી શકે છે કે તેમના નામે કેટલા મોબાઇલ નંબર નોંધાયેલા છે. TAFCOP આવુ પોર્ટલ છે, જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી કોઈ પણ વ્યક્તિ તેના નામથી અથવા તેના આધાર કાર્ડથી કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે તે સરળ પગલાંમાં સરળતાથી શોધી શકે છે.
સૌથી પહેલા તમે ઇન્ટરનેટ પર ‘Tafcop.sancharsaathi.gov.in વેબસાઇટ પર જાઓ. અહીં તમે તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને કેપ્ચા દાખલ કરો. પછી તમને મળેલ OTP દાખલ કરો. તેમાં તમે તમારા નામથી ખરીદેલા સિમ કાર્ડની વિગતો અને નંબર જાણી શકશો. આ રીતે તમે તમારી જાણ વગર તમારા નામે ખરીદવામાં આવેલા અનધિકૃત સિમ વિશે પણ જાણી શકો છો.
જો અહીં તમારા નામમાં શંકાસ્પદ નંબરો હોય, તો તમે તેની જાણ (not my number) પર કરી શકો છો. આમ કરવાથી ટેલિકોમ વિભાગને સૂચિત કરવામાં આવશે કે તે નંબર તમારો નથી, જેના પગલે સરકાર તે ચોક્કસ નંબર માટેની સેવાઓ સસ્પેન્ડ કરી શકે છે. જો તમને હવે કોઈ ચોક્કસ મોબાઈલ નંબરની જરૂર નથી, તો તમે ‘not required’ પર ક્લિક કરી શકો છો. અને જો તમે ‘require’ ક્લિક કરો છો, તો તમે સરકારને જાણ કરી શકો છો કે તમે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છો.
આ પણ વાંચો : સાયબર અટેક સામે સતર્ક રહેવાના અને બચવાના ઉપાય સમજી લેવા જોઈએ
આમ કરીને તમે સાયબર ફ્રોડ અને છેતરપિંડીથી બચી શકો છો. તમે જેલ જવામાંથી પણ છુટકારો મેળવી શકો છો. આ સાઇટ એકદમ ફ્રી છે