સ્પેશિયલ ફિચર્સ

ચાંદીનો ભાવ 1 લાખને પાર થવાની સંભાવના, નિષ્ણાતો સિલ્વર પર શા માટે છે બુલિશ? જાણો

મુંબઈ: વર્ષ 2024 દરમિયાન ભારતમાં ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. 2023માં 7.19% વધ્યા બાદ આ સફેદ ધાતુએ તાજેતરમાં રૂ. 86,300 પ્રતિ કિલોનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલની આગાહીઓથી બુલિશ સેન્ટિમેન્ટમાં વધારો થયો છે, જે મધ્યમથી લાંબા ગાળામાં ભાવ રૂ. 1 લાખ અને રૂ. 1.2 લાખ પ્રતિ કિલો સુધી પહોંચવાની આશા રાખે છે.

આ આશાવાદ વૈશ્વિક મંચ પર પણ જોવા મળે છે, ઉલ્લેખનિય છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદીના ભાવ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. સૌથી પહેલા તો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલો ભૌગોલિક રાજકીય તણાવ અને અમેરિકાના વ્યાજ દરમાં કાપની શક્યતાઓ વચ્ચે સેફ-હેવન એસેટ્સ મનાતી ચાંદીની માંગ વધી છે. સટ્ટાકીય ખરીદી અને ઔદ્યોગિક ધાતુઓમાં તીવ્ર તેજીએ ભાવમાં હજુ પણ ઉછાળાની શક્યતાઓ વધારી દીધી છે.

સોનાથી વિપરીત, ચાંદીના વિશિષ્ટ ઔદ્યોગિક ગુણધર્મો તેને ખરીદદારો માટે વધુ આકર્ષક બનાવે છે, ખાસ કરીને સપ્લાયની ચિંતાને કારણે તાંબુ, એલ્યુમિનિયમ, જસત અને સીસા જેવી મહત્ત્વની ઔદ્યોગિક ધાતુઓના તાજેતરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તેમાં પણ ચાંદીએ ઐતિહાસિક રીતે સોના સાથે હકારાત્મક સંબંધ દર્શાવ્યો છે, જેને પીળી ધાતુના ચાલુ તેજીના વલણનો લાભ મળ્યો છે.

નિષ્ણાતો કહે છે કે સોનું મુખ્યત્વે રોકાણ અને ઝવેરાતની માંગ દ્વારા સંચાલિત થાય છે, જ્યારે ચાંદી રોકાણની સંપત્તિ અને ઔદ્યોગિક કોમોડિટી બંને રીતે બેવડી ભૂમિકામાં હોવાથી આર્થિક અનિશ્ચિતતાના સમયમાં તેની કિંમતમાં વૃધ્ધીની શક્યતા વધી જાય છે.

ભવિષ્યમાં ચાંદીની ઉપયોગિતા જોતા વિશ્લેષકો ચાંદીની સંભાવનાઓ પર તેજીનું વલણ ધરાવે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ આગામી મહિનાઓ માટે પોઝિટિવ ઓઉટલૂક જાળવી રાખ્યું છે. બેઝ મેટલ્સમાં મજબૂતાઈ અને મજબૂત રોકાણની માંગ ચાંદીના ભાવને ટેકો આપતા પરિબળો તરીકે ભાર મુક્યો છે.

મોતીલાલ ઓસ્વાલ ચાંદીમાં રોકાણ કરવાની ભલામણ કરે છે અને રૂ. 75,000 પ્રતિ કિલોના ઘટાડા પર પોઝિશન વધારવાનું સૂચન કરે છે. તેમનો મધ્યમથી લાંબા ગાળાનો અંદાજ 92,000 સુધી વધવાની સંભાવનાનો અંદાજ મૂકે છે, જેની કિંમત આખરે 1 લાખ સુધી પહોંચે તેવી સંભાવના છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત