શા માટે બાળકોને પહેરાવવામાં આવે છે ચાંદીના ઘરેણાં? જાણો વૈજ્ઞાનિક અને જ્યોતિષીય કારણો!
સ્પેશિયલ ફિચર્સ

શા માટે બાળકોને પહેરાવવામાં આવે છે ચાંદીના ઘરેણાં? જાણો વૈજ્ઞાનિક અને જ્યોતિષીય કારણો!

આપણા સમાજમાં નાના બાળકોને ચાંદીનાં કડા અને ઝાંઝર પહેરાવવાની એક માન્યતા કે એક પરંપરા છે. નાના નાના અને કુમળા હાથ-પગમાં આ ઘરેણા સુંદર તો લાગે છે કે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળ કોઈ કારણ છુપાયેલું હોઈ શકે છે. આપણા સમાજમાં જે પણ રીત રીવાજ છે કે પરંપરાનું અસ્તિત્વ છે તેની પાછળ કોઈને કોઈ કારણ જરુરુ છુપાયેલું છે. પરંતુ અહી વાત કરીશું ઘરેણાના હેલ્થ બેનીફીટ વિશે.

મગજને તેજ કરવામાં મદદ કરે છે ચાંદી
ચાંદીને હંમેશા મનનો કારક માનવામાં આવે છે. તે માનસિક સ્થિરતા લાવવાની સાથે મગજને તેજ કરવામાં મદદ કરે છે અને તેની આસપાસ સકારાત્મક ઊર્જા જાળવી રાખે છે. જ્યારે નાના બાળકોને ચાંદીના કડા અથવા ઝાંઝર પહેરાવવામાં આવે છે, ત્યારે તેમનું મન શાંત અને એકાગ્ર રહે છે. આનાથી બાળકો વધતી ઉંમર સાથે વસ્તુઓ ઝડપથી શીખે છે અને ભાવનાત્મક રીતે પણ સ્થિર રહે છે. ચાંદીમાંથી નીકળતી સકારાત્મક ઊર્જા બાળકોના મન પર પણ સકારાત્મક અસર જાળવી રાખે છે.

ચાંદી એક એન્ટીબેક્ટેરિયલ ધાતુ
સાયન્સ પણ એવું માને છે કે ચાંદી એક એન્ટીબેક્ટેરિયલ ધાતુ છે. જ્યારે બાળકોને ચાંદી પહેરાવવામાં આવે છે, ત્યારે આ ધાતુ તેમના શરીરના સંપર્કમાં રહીને તેમને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે. આનાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધુ સારી બને છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પણ ચાંદીનો ઉલ્લેખ
ભારતીય માન્યતાઓ અનુસાર જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીને ચંદ્રમાની ધાતુ માનવામાં આવી છે, જે મન અને આવેગોને નિયંત્રિત કરે છે. ચાંદી શરીરમાં ઊર્જાના પ્રવાહને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. આ ધાતુ શરીરમાંથી નીકળતી ઊર્જાને પાછી શરીરમાં વાળવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે. એવું કહેવાય છે કે શરીરમાંથી સૌથી વધુ ઊર્જા હાથો અને પગમાંથી નીકળે છે. તેથી, જ્યારે બાળકોના હાથ-પગમાં ચાંદીના કડા અથવા પાયલ પહેરાવવામાં આવે છે, ત્યારે તે ઊર્જા બહાર નીકળતી નથી અને તેનાથી બાળક ઊર્જાવાન રહે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button