ભારતમાં બ્લ્યુ સિવાય સફેદ, મરુન અને ઓરેન્જ કલરના પાસપોર્ટ કેમ હોય છે? કોને મળે છે કયો પાસપોર્ટ?

ભારતીય નાગરિકતાના કેટલાક માટે મહત્ત્વના દસ્તાવેજો છે જેમ કે પેન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે… પરંતુ શું તમને ખબર છે કે આ પાસપોર્ટ એ માત્ર એક આઈડેન્ટિટી પ્રૂફ જ નહીં પણ તમારું સ્ટેટસ પણ શો કરે છે?
અત્યાર સુધી તમે મોટાભાગના હાથમાં બ્લ્યુ કલરના જ પાસપોર્ટ જોયા હશે, પરંતુ શું તમને ખબર છે કે આ સિવાય પણ પાસપોર્ટના અલગ અલગ રંગ હોય છે અને તેના અલગ અલગ મહત્ત્વ હોય છે. આજે અમે અહીં તમને પાસપોર્ટના અલગ રંગ અને કઈ વ્યક્તિને કયા રંગનો પાસપોર્ટ મળે છે એ વિશે જણાવીશું…
કેટલા રંગના હોય છે પાસપોર્ટ?
તમને જાણીને નવાઈ લાગશે કે બ્લ્યુ, સફેદ, ઓરેન્જ અને મરુન કલરના એમ ચાર રંગના પાસપોર્ટ જોવા મળે છે. આ તમામ રંગના પાસપોર્ટનું એક અલગ મહત્ત્વ હોય છે અને તે જે તે વ્યક્તિને આપવામાં આવે છે. એટલે જો તમે નેક્સ્ટ ટાઈમથી કોઈના હાથમાં અલગ રંગનો પાસપોર્ટ જુઓ તો સમજી જાવ કે જે તે વ્યક્તિ ખાસ છે.
કોને આપવામાં આવે છે કયા રંગનો પાસપોર્ટ?
પાસપોર્ટ ચાર રંગના હોય છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ, પણ કઈ વ્યક્તિ માટે કયા રંગનો પાસપોર્ટ હોય છે એની વાત પણ કરી લઈએ-
⦁ ઓરેન્જ કલરઃ

ઓરેન્જ કલરનો પાસપોર્સ એ વાતનો સંકેત છે કે જે લોકોએ 10મા ધોરણ સુધીનો પણ અભ્યાસ નથી કર્યો અને વિદેશમાં નોકરી કરવા જઈ રહ્યા છે એમના માટે આ ખાસ રંગનો પાસપોર્ટ રાખવામાં આવ્યો હતો. આ પાસપોર્ટ એ વાતનો સંકેત હતો કે આ પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિની વધારે તપાસની જરૂર છે, જેથી તેમનું કોઈ શોષણ ના કરી જાય.
⦁ સફેદ કલરઃ

સફેદ રંગનો આ પાસપોર્ટ સરકારી અધિકારીઓને સિવિલ સેવકને આપવામાં આવે છે કે જેઓ સરકારી કામથી વિદેશ થઈ રહ્યા છીએ. સફેદ રંગનો પાસપોર્ટ એ વાતને દર્શાવે છે કે આ પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ એક સરકારી કર્મચારી છે. આ પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને ઈમિગ્રેશન ચેકિંગમાં પણ પ્રાથમિક્તા આપવામાં આવે છે.
⦁ લાલ કે મરુન કલરઃ

આ સૌથી ખાસ પાસપોર્ટ છે જે ભારતીય રાજકારણીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આ પાસપોર્ટધારકને કેટલાક વિશેષ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. જેમ કે આ લોકોને વિઝાની લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી અને કેટલાક દેશોમાં તો આ લોકોને વિના વિઝા પણ પ્રવાસ કરે છે. આ પાસપોર્ટ વિદેશમાં ભારતની સૌથી મજબૂત હાજરીનો સંકેત આપે છે.
⦁ બ્લ્યુ કલરઃ

આ સૌથી કોમન પાસપોર્ટ છે અને ભારતના સામાન્ય નાગરિકોને પાસપોર્ટ આપવામાં આવે છે. તમે હરવા, ફરવા કે અભ્યાસ કરવા વિદેશ જાવ ત્યારે તમને આ જ પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટ હવે બાયોમેટ્રિક ચિપ સાથે આવે છે આવે છે અને એને કારણે તેની સિક્યોરિટી વધી ગઈ છે.
આ પણ વાંચો…ટૂંકુ ને ટચઃ ઈ-પાસપોર્ટ ને સામાન્ય પાસપોર્ટ વચ્ચે શું તફાવત?