દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર પર 'શુભ અને લાભ' શા માટે લખવામાં આવે છે? જાણો પૌરાણિક કથા અને તેનું મહત્ત્વ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર પર ‘શુભ અને લાભ’ શા માટે લખવામાં આવે છે? જાણો પૌરાણિક કથા અને તેનું મહત્ત્વ…

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે ત્યારે મુખ્ય દ્વાર પર દીવા લગાવવાની સાથે સાથે જ દરવાજા પર શુભ અને લાભ પણ લખવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે આ પાછળનું કારણ શું છે અને શુભ અને લાભ છે કોણ? ચાલો તમને આજે આ પાછળનું કારણ જણાવીએ…

આપણે ત્યાં હિંદુઓના દરવાજા પર શુભ અને લાભ લખવાની પરંપરા છે અને એવી માન્યતા છે કે દરવાજા પર શુભ-લાભ અને સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. પરંતુ આપણામાંથી ઘણા લોકોને આ પાછળનું કારણ નથી ખબર હોતી. ડોન્ટ વરી આજે તમને આ સ્ટોરીમાં અમે આ પાછળની પૌરાણિક કથા જણાવીશું…

પૌરાણિક કથા અનુસાર ભગવાન ગણેશજીના વિવાહ પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ નામની બે કન્યાઓ સાથે થયો હતો. ગણેશજીને આ લગ્નથી ક્ષેમ (શુભ) અને સિદ્ધિથી લાભ એમ બે પુત્ર થયા. રિદ્ધિનો અર્થ શુભ એવો થાય છે જ્યારે સિદ્ધિનો અર્થ લાભ એવો થાય છે. આમ આપણે દરવાજા પર જે શુભ અને લાભ લખીએ છીએ એ હકીકતમાં તો ગણેશજીના બે પુત્રો છે.

એવી માન્યતા છે કે દરવાજા પર શુભ અને લાભ લખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે સાથે સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સિવાય ઘરમાં રહેતી નકારાત્મક ઊર્જા અને ચિંતાઓ દૂર થાય છે. ભગવાન ગણેશજીની કૃપા સદૈવ ઘર-પરિવાર પર બની રહી છે.

છે ને એકદમ અનોખી અને કામની માહિતી? આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. હવે જ્યારે પણ ઘરના દરવાજા પર શુભ અને લાભ લખો તો આ વાતને ધ્યાનમાં લઈને દૂંદાળા દેવનું નામ સ્મરણ કરીને લખજો હં ને…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button