નેશનલસ્પેશિયલ ફિચર્સ

ઘરમાં સતત અનુભવાય છે આર્થિક તંગી? શુક્રવારના દિવસે કરી લો આ ખાસ કામ, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના યંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ આ બધામાં જે યંત્રને તમામ યંત્રોનો રાજા એટલે કે ‘યંત્રરાજ’ કહેવામાં આવે છે તે છે ‘શ્રી યંત્ર’ની વાત જ એકદમ અલગ છે. એવું માનવામાં આવે છે કે આ યંત્રમાં સાક્ષાત્ માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જે ઘરમાં વિધિવત રીતે શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે છે, ત્યાં ક્યારેય ધન-ધાન્યની અછત સર્જાતી નથી. આજે આપણે આ સ્ટોરીમાં શ્રી યંત્રની સ્થાપના ક્યારે, કઈ રીતે અને કરતી વખતે શું-શું ધ્યાનમાં લેવું જોઈએ એ વિશે વાત કરીશું…

શુક્રવાર છે શ્રી યંત્રની સ્થાપના માટે શ્રેષ્ઠ દિવસ
શ્રી યંત્ર માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ તે ઉર્જાનું એક મહાન કેન્દ્ર છે જે જીવનની તમામ આર્થિક અને માનસિક બાધાઓને દૂર કરવાની શક્તિ ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શ્રી યંત્રનો પૂર્ણ લાભ મેળવવા માટે તેને યોગ્ય દિવસે અને વિધિ સાથે સ્થાપિત કરવું ખૂબ જ અનિવાય છે. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શ્રી યંત્રની સ્થાપના માટે શુક્રવારનો દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે. આ સિવાય સ્થાપનાના દિવસે વહેલા સ્નાન કરીને સફેદ અથવા ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

આ રીતે કરો શ્રી યંત્રની સ્થાપના
શ્રી યંત્રની સ્થાપના સાથે તેનું શુદ્ધિકરણ પણ એટલું જ જરૂરી છે. તાંબા, સોના કે ચાંદીના શ્રી યંત્ર પર પંચામૃતથી અભિષેક કરી શુદ્ધ કરવું જોઈએ. ઘરના મંદિરમાં અથવા તિજોરીમાં લાલ રંગના કાપડ પર તેને સ્થાપિત કરો. એક મહત્ત્વની વાતનું ધ્યાન એ રાખો કે શ્રી યંત્રની સ્થાપના એવી રીતે કરવી કે યંત્રનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રહે. સ્થાપના પછી કમળકાકડીની માળાથી માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો, ભોગ લગાવીને આરતી ઉતારો.

શ્રી યંત્ર સ્થાપિત કરવાના ચમત્કારી ફાયદા
વાત કરીએ શ્રી યંત્ર સ્થાપિત કરવાથી થતાં ફાયદાઓ વિશે તો નિયમિત રીતે શ્રી યંત્રની પૂજા કરવાથી જીવનમાં નીચે મુજબના સકારાત્મક પરિવર્તનો આવે છે.

આર્થિક સમૃદ્ધિ: તે ધન આગમનના નવા માર્ગો ખોલે છે અને જૂના દેવામાંથી મુક્તિ અપાવે છે.
વ્યાપારમાં પ્રગતિ: જો તમારો બિઝનેસ ઠપ થઈ ગયો હોય, તો કાર્યસ્થળ પર શ્રી યંત્ર સ્થાપિત કરવાથી વેપારમાં ફરી તેજી આવે છે.

વાસ્તુ દોષ નિવારણ: આ યંત્ર ઘરના નકારાત્મક વાસ્તુ દોષોને દૂર કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
સુખ-શાંતિ: ઘરમાં સુખ, શાંતિ અને ઐશ્વર્ય જળવાઈ રહે છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી.

આપણ વાંચો:  ફેબ્રુઆરી મહિનાના આ દિવસોમાં આગ સંબંધિત આ કામ કરવાનું ટાળો, નહીંતર..

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button