શ્રાવણ માસમાં ઉપવાસ: ભક્તિ સાથે આપશે સ્વાસ્થ્યનો લાભ, જાણો ઉપવાસના અનેક ફાયદા!

હવે ટૂંક સમયમાં જ શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ મહિનામાં ભક્તિભાવ પૂર્વક લોકો ઉપવાસ કરતા હોય છે. ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે પૂજા-અર્ચનાની સાથે ઉપવાસ રાખતા હોય છે. તબીબોના જણાવ્યા અનુસાર ઉપવાસ તમારા મન અને શરીર બન્નેને પ્રભાવિત કરે છે. સ્વસ્થ જીવન માટે, દરરોજ ૧૨ થી ૧૪ કલાકનો સમયગાળો એવો હોવો જોઈએ જ્યારે તમે કંઈપણ ન ખાઓ. તે સાથે મહિનામાં એક દિવસ એવો હોવો જોઈએ કે જયારે તમે 24 કલાકનો ઉપવાસ કરો.
ઉપવાસ કરવાથી શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે. આ બેક્ટેરિયા શરીરને અનેક રોગોથી બચાવે છે. ઉપવાસ ખરાબ બેક્ટેરિયા ઘટાડવામાં મદદ કરે છે. ઉપવાસ કરવાથી વજન પણ ઘટે છે. તબીબોનું માનવું છે કે ઉપવાસ કરવાથી શરીરમાં હોર્મોનલ ફેરફારો પણ થાય છે અને આ હોર્મોનલ વૃદ્ધિ સાથે સંબંધિત ફેરફારો છે. જેના કારણે ચયાપચયની ક્રિયામાં સુધારો થાય છે. શરીરની ઇન્સ્યુલિનની જરૂરિયાત ઓછી થાય છે. જો ખોરાક ઓછો હશે તો શરીરમાં ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થશે. ઇન્સ્યુલિનમાં ઘટાડો થવાને કારણે, આપણા શરીરમાં બળતરા (સોજો અને નુકસાન) ઘટશે.
ઉપવાસ કરવાથી બ્લડ સુગરના સ્તરમાં પણ ઘટાડો થાય છે. જ્યારે શરીરમાં ઓક્સિજન ઓછો હોય છે, ત્યારે ઉપવાસને કારણે તે વધે છે. આંતરડા પણ સારા થાય છે. ઉપવાસના કારણે ઇચ્છાશક્તિ પ્રબળ બને છે, જો હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો ઉપવાસ રાખે છે, તો તેમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી ટીપ્સ માત્ર સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ લો.)
આ પણ વાંચો…શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?