નેશનલશેર બજારસ્પેશિયલ ફિચર્સ

નિફ્ટી ૨૫૦૦૦ની લગોલગ: જાણો કયા છે મુખ્ય પરિબળ?

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે તેજીની આગેકૂચ ચાલુ રાખી છે અને મુંબઇ સમાચારની ફોરકાસ્ટ કોલમમાં ટાંકવામાં આવેલી સંભાવના અનુસાર નિફ્ટીએ ૨૫૦૦૦ તરફ કૂચ બતાવીને પહેલી જ વખત ૨૪,૯૦૦નું સ્તર પાર કર્યું છે.

સોમવારે, ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી બેન્ચ માર્ક નિફ્ટી અને સેન્સેક્સ નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા છે. આ તેજીના દેખીતા કારણોમાં એશિયન શેરબજારોમાં તેજીના પ્રવાહ સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેટ આઇસીઆઈસીઆઈ
બેન્કના પ્રભાવશાળી પરિણામોથી બજારના માનસમાં જબરો સુધારો આવ્યો છે.

આ ઉપરાંત મહત્વના પરિબળોમાં અમેરિકન બોન્ડ યિલ્ડના ઘટાડા અને ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાને સ્થાન આપી શકાય. એ જ સાથે તાજેતરમાં વેચવાલી શરૂ કરનાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી લેવાલી શરૂ કરી રહ્યા છે.
બીજી તરફ અમેરિકાની ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં રેટ કટ કરશે એવી અપેક્ષા હજુ ટકેલી હોવાથી વિદેશી અને સ્થાનિક ફંડોની લેવાલી જાળવી રાખવામાં મદદરૂપ બનશે.

કોર્પોરેટ હલચકમાં બંધન બેંક ૧૦ ટકાની અપર સર્કિટને અથડાયો છે, પ્રથમ ક્વાર્ટરમાં નાણાકીય પરિણામોની જાહેરાત પછી આઇડીએફસી ફર્સ્ટ બેંકનો શેર ત્રણ ટકા તુટ્યો છે.

એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર આરએફએનઆઈ સર્વિસ ૯૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો છે.

આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં નાણાકીય પરિણામ પછી બે ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
કોર્પોરેટ ક્ષેત્રના અત્યાર સુધીના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામોને પગલે બેન્કિંગ સેક્ટરમાં થયેલા લાભને કારણે ભારતીય શેરબજારમાં લેવાલી જળવાઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…