સ્પેશિયલ ફિચર્સ

શરદ પૂર્ણિમામાં શું કરવું અને શું નહીં…

હિંદુ કેલેન્ડર અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાના તહેવારનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ચંદ્ર સોળે કળાથી ખીલેલો હોય છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે અનેક શુભ યોગો બનવાના કારણે આ દિવસનું મહત્વ કંઇક અલગ જ છે. આ દિવસને લક્ષ્મી, ઈન્દ્ર પૂજા અને કોજાગીરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વાલ્મીકિ જયંતિ અને મહર્ષિ પરાશર ઋષિ જયંતિ પણ ઉજવવામાં આવે છે.

શરદ પૂર્ણિમાનો દિસવ માતા લક્ષ્મીને મનાવવાનો ખાસ દિવસ છે. શરદ પૂર્ણિમાના દિવસે સવારે ઊઠીને ઉપવાસનો સંકલ્પ કરવો. સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઇષ્ટ દેવતાની પૂજા કરવી, પૂજા દરમિયાન ભગવાનને અક્ષત, તાંબુલ, દીવો, ફૂલ, ધૂપ, સોપારી અને ભગવાનને અર્પણ કરવા.


હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર, શનિવારે સવારે 04.17 વાગ્યે શરૂ થશે અને 29 ઓક્ટોબર રવિવારના રોજ મધ્યરાત્રિ 01.53ના વાગ્યે સમાપ્ત થશે. એવી ધાર્મિક માન્યતાઓ છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર પોતાનો રથ લઇને વિચરવા નીકળે છે. અને તે તમામ ઘરો પર પોતાના આશીર્વાદ વરસાવે છે. આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાની રાત્રે લોકો પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખે છે.


શરદ પૂર્ણિમાની રાત્રે લોકો ખીર તૈયાર કરે છે. રાત્રે 8 વાગે ઝીણા કપડાથી ઢાંકીને ચંદ્રની ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર દેવી લક્ષ્મીને અર્પણ કરી અને લગભગ 11 વાગે પ્રસાદ તરીકે ખાવી, પરંતુ આપણે મોડી રાત્રે જમીએ છીએ તેથી તે ઓછી ખાવુી જોઈએ. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં રાખેલી ખીર ખાવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે. આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે પણ ચંદ્રગ્રહણ થવાનું છે, તેથી સુતકના સમયગાળા દરમિયાન ખીર ન ખાવી જોઈએ.


શિયાળાની ઋતુમાં ગરમ ​​દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ દારૂનું સેવન ન કરવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. જો તમે આ દિવસે કોઈપણ વ્યક્તિને ઉધાર આપો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જો કોઈ પરિણીત સ્ત્રી શરદ પૂર્ણિમાના દિવસે તમારા ઘરે આવે છે તો તેને ખાલી હાથે પાછી ના મોકલવી જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
600 વર્ષ બાદ બન્યો આ અદભૂત સંયોગ, રાહુ કેતુ કરશે આ રાશિઓને માલામાલ Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો?