શરદ પૂર્ણિમા 2025: આજે ભૂલથી પણ આ સમયે ચંદ્રના પ્રકાશમાં ખીર ના મૂકશો, નહીંતર… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

શરદ પૂર્ણિમા 2025: આજે ભૂલથી પણ આ સમયે ચંદ્રના પ્રકાશમાં ખીર ના મૂકશો, નહીંતર…

આજે છઠ્ઠી ઓક્ટોબરના શરદ પૂર્ણિમાનો તહેવાર ઉજવાશે, પણ તમારી જાણકારી માટે કે ભદ્રા અને પંચકનો પણ અશુભ પડછાયો પણ રહેશે. આ વખતે ભદ્રાનો સાયો 10 કલાકથી પણ વધુ સમય સુધી તો પંચક પૂરા દિવસ રહેશે, ત્યારે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે ચંદ્રના પ્રકાશમાં ખીર ક્યારે મૂકશો અને એના ક્યારથી રહેશે શરદ પુનમ પર ભદ્રાની અસર…

શરદ પુનમનું મહત્ત્વ

છઠ્ઠી ઓક્ટોબરના રોજ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી શરદ પુનમનો તહેવાર ઉજાવવામાં આવશે, જેને દેશના અલગ અલગ જગ્યાએ કોઝાગિરી પૂર્ણિમા, રાસ પૂર્ણિમા, કમલા વ્રત અને કૌમુદી વ્રત જેવા વિવિધ નામથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ પૂનમનું આખા વર્ષમાં આવતી પૂનમ કરતા વધારે મહત્ત્વ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આસો મહિનાની શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીજી અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. આ સાથે સાથે જ આ દિવસે ખીર બનાવીને ચંદ્રમાના પ્રકાશમાં રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આવું કરવાથી આ ખીરમાં અમૃત તત્વ આવે છે. આ ખીરનું સેવન કરવાથી અમૃતના ગુણ આવી જાય છે.

ખીર ચંદ્રના પ્રકાશમાં મૂકવાનો સમય

આજે શરદ પૌર્ણિમા પર અનેક દુર્લભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ એની સાથે સાથે આજે પંચક અને ભદ્રાનો અશુભ સાયો પણ જોવા મળશે. આવી સ્થિતિમાં જાણી લો કે ચંદ્રના પ્રકાશમાં ક્યારે ખીર મૂકશો? શરજ પૂર્ણિમા પર આજે બપોરે 12.23 વાગ્યાથી ભદ્રાનો સાયો રહેશે અને રાતે 10.53 કલાક સુધી રહેશે. આ સમયે પૂજા-પાઠ કે ખીર ચંદ્રના પ્રકાશમાં રાખવાથી બચવું જોઈએ. જ્યારે પંચકનો પ્રભાવ આખો દિવસ જોવા મળશે.

ખીર મૂકવાના શુભ સમયની વાત કરીએ તો રાતે 10.37 કલાકથી રાતે 12.09 વાગ્યા સુધી રહેશે. આ સમયે ભદ્રાનો પ્રભાવ નહીં રહે અને આખી રાત ચંદ્રમાના પ્રકાશમાં ખીર રાખી શકશો. પંચકની વાત કરીએ તો પંચકની અસર પાંચ દિવસ સુધી રહેશે અને ત્રીજી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી રહેશે. પંચકમાં કોઈ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ.

ખીર કેમ મૂકવામાં આવે છે?

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના પ્રકાશમાં ખીર મૂકવાનું એક આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ આવું કેમ એ પાછળની માન્યતા વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ દિવસે ચંદ્ર પ્રકાશમાંથી અમૃત વરસે છે. આવી સ્થિતિમાં રાતના સમયે ખીર ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવાથી તેમાં અમૃતના ગુણ આવે છે. આ ખીરનું સેવન કરવું ખૂબ જ અમૃતમયી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

આ પણ વાંચો…શરદ પૂર્ણિમા: જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને તેનું ધાર્મિક મહત્વ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button