ત્રણ દિવસ બાદ Shanidev થશે વક્રી, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
ચાર દિવસ બાદ જૂન મહિનો પૂરો થઈ રહ્યો છે અને એની સાથે સાથે જ કેટલાક રાશિના જાતકોના કપરા દિવસ શરૂ થવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. 29મી જૂનના ન્યાયના દેવતા શનિ વક્રી થવા જઈ રહ્યા છે અને શનિ વક્રી થઈને અમુક રાશિના જાતકો માટે મુશ્કેલ સમય શરૂ થશે.
શનિની બદલાતી ચાલને જ્યોતિષાચાર્યોએ હંમેશા ખાસ ગણાવી છે. તમારી જાણ માટે કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ ગણાવવમાં આવ્યો છે. દર અઢી વર્ષે શનિદેવ પોતાની ચાલ બદલે છે અને શનિની બદલાતી ચાલ કેટલાક રાશિના જાતકોને લાભ કરાવે છે તો કેટલાક રાશિના જાતકોને તે મુશ્કેલીમાં પણ નાખે છે.
29મી જૂનથી શનિ રાતે 11.40 કલાકે કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે શનિ વક્રી થઈને કઈ રાશિના જાતકોની મુશ્કેલી વધારી રહ્યા છે-
મિથુનઃ મિથુન રાશિના જાતકોની કુંડળીના નવમા ભાવમાં શનિ વક્રી થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોએ નોકરીમાં સાવધાન રહેવું પડશે. આર્થિક નુકસાન થઈ શકે છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. તમારી આવક પર પણ તેની અસર જોવા મળશે. મહેનત કર્યા છતાં પણ તેના ધાર્યા પરિણામ નહીં મળે.
| Also Read: આજનું રાશિફળ (26-06-24): આ બે રાશિના જાતકોને આજે થશે Financial Benefits…જાણો બાકીની રાશિના શું છે હાલ?
કર્કઃ કર્ક રાશિના જાતકોની કુંડળીના આઠમા ભાવમાં વક્રી થઈ રહ્યા છે. કામના સ્થળે કોઈ ફેરફારનો સામનો કરવો પડે છે. મહત્ત્વના કામ અટકી પડી શકે છે. આ સમયે કોઈ પણ નવા કામની શરૂઆત કરવાનું ટાળો, કારણ કે શનિદેવની વક્ર દ્રષ્ટિ છે તમારા પર.
વૃશ્ચિકઃ આ રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં શનિ વક્રી થઈ રહ્યા છે. પરિવાર પર ધ્યાન આપવું પડશે. જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. કામનો બોજ વધી શકે છે. આર્થિક બાબતોમાં લાપરવાહી કરવાનું ટાળો. આર્થિક નુકસાન થઈ શકે છે.
મકરઃ મકર રાશિના જાતકોની કુંડળીના બીજા ભાવમાં વક્રી થશે. તમારે અજ્ઞાત રાશિના જાતકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. હરીફ લોકો દ્વારા કડક ટક્કર મળશે. પૈસા બચાવવામાં નિષ્ફળતા મળશે. કોઈ અફવા સાંભળવા મળી શકે છે.
કુંભઃ કુંભ રાશિના કુંડળીના પહેલાં ભાવમાં જ શનિ વક્રી થઈ રહ્યા છે જેને કારણે આ રાશિના જાતકોના ખર્ચમાં વૃદ્ધિ જોવા મળશે. આત્મવિશ્વાસમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. કામનો બોજ પણ વધી શકે છે.