Shani Jayantiની રાતે અચૂક કરો આ ઉપાય, શનિદેવ કરશે પૈસાનો વરસાદ…
આજે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિની ઊજવણી કરવામાં આવે છે અને આ સાથે સાથે જ આજે વટ સાવિત્રીનો તહેવાર પણ છે. એવું કહેવાય છે કે શનિજયંતિના દિવસે શનિદેવની પૂજા-અર્ચના કરવામાં આવે તો જીવનની તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. જ્યોતિષાચાર્યનો જણાવ્યા અનુસાર શનિ જયંતિની રાતે કેટલાક વિશેષ ઉપાયો કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી શનિની સાડીસત્તીનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
⦁ શનિ જયંતિની સાંજે કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે કાળા તલ, કાળા કપડાં, રાઈનું તેલ વગેરે વગેરે. આવું કરવાથી શનિની મહાદશાનો પ્રભાવ ઓછો થઈ જાય છે
⦁ આ સિવાય શનિ જયંતિની સાંજે શનિદેવના નામનું દીપક ઘરના ઉંબરા પર પ્રગટાવો અને 108 વખત ઉં શં શનૈશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો
આ પણ વાંચો : શનિવારે આટલી પૂજા કરી શનિદેવની કૃપા મેળવો….
⦁ શનિ જયંતિથી લઈને શનિવારની સાંજ સુધી રોજ કાળી કીડી અને કાળા શ્વાનને પ્રસાદ ખવડાવો. આ ઉપાય કરવાથી દરેક કામમાં સફળતા મળે છે
⦁ શનિ જયંતિ પર શનિદેવની સાથે સાથે હનુમાનજીની પૂજા પણ કરવી જોઈએ અને ઘરના મંદિરમાં એમના નામનો ચૌમુખી દીવો પ્રગટાવવો જોઈએ
⦁ આ ઉપરાંત આ દિવસે સાંજે પીપળાના ઝાડની પૂજા કરીને તેની નીચે રાઈના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ, આવું કરવાથી હંમેશા શનિદેવની કૃપા બની રહી છે