Shani Devની favorite છે આ રાશિઓ, હંમેશાં વરસે છે કૃપા દ્રષ્ટિ, જોઈ લો તમારી રાશિ તો નથી ને???
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા અર્ચના માટે સમર્પિત હોય છે અને એવું કહેવાય છે કે જો આ દિવસે શનિદેવની સાચી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો શનિદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. જયોતિષ શાસ્ત્રમાં શનિદેવ વિશે એવું કહેવામાં આવ્યું છે કે શનિદેવ દરેકને એમના કર્મ પ્રમાણે ફળ આપે છે. જેમના પર એમની કૃપા દ્રષ્ટિ હોય એવા લોકોને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી પરંતુ જો ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિ પર તેમની વક્ર દૃષ્ટિ પડે છે તો તેઓ એ વ્યક્તિના જીવનમાં ઉત્પાત મચાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા.
આજે આપણે અહીં વાત કરીશું શનિદેવની પ્રિય રાશિઓ વિશે કે આખરે શનિદેવ કઈ રાશિ પ્રિય હોય છે જેમના પર તેઓ ઉની આંચ પણ નથી આવવા દેતા, એટલું જ નહીં આ રાશિના લોકો પર શનિદેવની વક્ર દૃષ્ટિ કે કોપની ખૂબ જ ઓછી અસર જોવા મળે છે. તો ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ રાશિના લોકો કે જેમના પર શનિદેવ હંમેશાં કૃપા દ્રષ્ટિ રહે છે…
તુલા: તુલા રાશિ એ શનિદેવની પ્રિય રાશિમાંથી એક છે અને આ રાશિના લોકો પર શનિદેવની વક્ર દૃષ્ટિ, કોપ કે સાડીસતીની અન્ય રાશિની સરખામણીએ ઓછી અસર જોવા મળે છે. આ રાશિના લોકો પર હમેશાં જ શનિદેવ મહેરબાન રહે છે અને તેમના પર શનિદેવની કૃપા વરસે છે.
મકર: આગળ વધીએ અને વાત કરીએ મકર રાશિના લોકો વિશે. મકર પણ શનિદેવની પ્રિય રાશિમાંથી એક છે અને તમારી જાણ માટે કે શનિદેવ સ્વયં આ રાશિના સ્વામી છે. મકર રાશિના જાતકો મહેનતુ, કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર હોય છે, આ જ કારણસર આ રાશિના લોકો પર હંમેશા શનિદેવની કૃપા વરસે છે.
કુંભઃ મકર રાશિના જાતકોની જેમ જ કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ જ છે. આ રાશિના લોકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે અને તેમને પોતાના કર્મ પર પૂરો વિશ્વાસ હોય છે. પરિણામે મકર રાશિના લોકોની જેમ જ કુંભ રાશિના લોકો પર પણ શનિદેવની કુદ્રષ્ટિ નથી પડતી.