મનોરંજનસ્પેશિયલ ફિચર્સ
શાહરૂખ, સલમાન, અક્ષયકુમાર, રણબીર અને કાર્તિકે બાળક બની બતાવ્યા ફળોના ફાયદા, જુઓ મજેદાર વીડિયો

સોશિયલ મીડિયા પર રોજબરોજ કંઇક એવી પોસ્ટ આવતી હોય છે કે જેને જોઇને આપણે હસી પડીએ. એન્ટરટેઇનમેન્ટનો ભરપૂર મસાલો પીરસવાવાળા ઇનસ્ટાગ્રામ પર હાલમાં એક વીડિયો બહુ જ જલદીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બોલીવૂડના જાણીતા સ્ટાર્સ એપલ, બનાના જેવા ફળોની ખાસિયત બતાવી રહ્યા છે. હવે તમને એમ લાગતું હશે કે આ બોલિવૂડ સ્ટાર્સનો બાળપણનો વીડિયો તો નથી ને. પણ ના, આ કોઇ તેમનો બાળપણનો વીડિયો નથી.
આ તો કોઇ પ્રાઇમરી સ્કૂલની બાળકીઓનો વીડિયો છે, જેમાં આ બધી બાળકીઓ એક પછી એક લાઇનમાં આગળ આવીને એક ફળ દેખાડીને તેની ખાસિયત બતાવે છે. જોકે, ઇન્ટરનેટ પર બેઠેલા કેટલાક શરારતી દિમાગવાળાઓએ એનો એવો મજેદાર વીડિયો બનાવ્યો છે કે જોવાવાળાને મજા આવી જાય.