સ્પેશિયલ ફિચર્સ

Google Mapsના આ સાત ફીચર વિશે જાણી લેશો તો…

ગૂગલ મેપ્સ (Google Maps) આજના સમયની સૌથી લોકપ્રિય એપ્લિકેશનમાંથી એક છે. આ એપની મદદથી તમે એક જગ્યાએ બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકો છો.

આપણામાંથી મોટાભાગના લોકો દરરોજ ગુગલ મેપનો ઉપયોગ કરતાં હશે, પણ આ એપમાં અનેક એવા ફીચર્સ આવેલા છે, જેના વિશે આપણામાંથી મોટાભાગના લોકો નહીં જાણતા હોય. ચાલો આજે તમને ગૂગલ મેપના આવા જ સાત ખાસ ફીચર્સ વિશે જણાવીએ-

આપણ વાંચો: ણો, શું છે ગૂગલનું સર્ચ એન્જિન ઓડિયો ઓવરવ્યૂ ફીચર

ઓફલાઈન મેપઃ

આ એપમાં સૌથી પહેલું અને મહત્ત્વનું ફીચર એટલે ઓફલાઈન મેપ. જો તમે કોઈ એવી જગ્યાએ છો જ્યાં ઈન્ટરનેટ નથી તો આવી પરિસ્થિતિમાં ગૂગલ મેપનું આ ફીચર ખૂબ જ કામનું સાબિત થાય છે.

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તો એ જગ્યાને સર્ચ કરો જ્યાં તમારે જવાનું છે ત્યાર બાદ ત્રણ ડોટ્સ એટલે કે મોરના ઓપ્શન પર ક્લિક કરો અને ડાઉનલોડ ઓફલાઈન મેપના ઓપ્શન પર ક્લિક કરો. ડાઉનલોડ થયેલા મેપને જોવા માટે જમણી બાજુએ આવેલા પ્રોફાઈલ આઈકન પર ટેમ કરીને ઓફલાઈન મેપ્સ પર ક્લિક કરો.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂરની સફળતાનો ગૂગલે આપ્યો પૂરાવો! આતંકવાદી સંગઠન JeM ના મુખ્યાલય પર લાગાવ્યું કાયમી બંધનું ટેગ

લોકેશન ટ્રાન્સલેટ:

આ સિવાય જો તમે કોઈ એવી જગ્યાએ જાવ છો જ્યાંની ભાષા તમને નથી સમજાતી તો આવા કિસ્સામાં તમે ગૂગલ મેપના ટ્રાન્સલેટ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાના નામ પર ક્લિક કરો.

હવે તમને બાજુમાં એક સ્પીકરનું આઈકન જોવા મળી શકે છે એના પર ટેપ કરતાં જ તમને એ જગ્યાના નામનો ઉચ્ચાર પણ પોતાની ભાષામાં સાંભળવા મળશે.

આપણ વાંચો: ફિલ્મ Saiyaaraનું ટીઝર લોન્ચ બાદ અચાનક 23 વર્ષીય એક્ટ્રેસનું નામ ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા લોકો…

પાર્કિંગ સેવ કરોઃ

મોટા પાર્કિંગ સ્ટેશન, મોલ કે એરપોર્ટ જેવી પાર્કિંગ સ્પેસ પર જગ્યા પર કાર પાર્કિંગ કર્યા બાદ તમે તમારી પાર્કિંગ સ્પેસ શોધવામાં ગોથા ખાઈ જતાં હોવ તો આ ફિચર તમારા માટે ખૂબ જ કામનું સાબિત થઈ શકે છે.

આ ફિચરની મદદથી તમે કારને પાર્ક કર્યા બાદ મેપમાં પોતાની જગ્યા પર દેખાતા બ્લ્યુ ડોટ પર ક્લિક કરીને પી એટલે એટલે કે સેવ પાર્કિંગના ઓપ્શન પર ક્લિક કરો. તમે એમાં નોટ અને એલોર્મ પણ સેટ કરી શકો છો.

સ્ટોપ્સ એડ કરોઃ

જો તમને એક કરતાં વધુ જગ્યાઓ પર સ્ટોપ કરતાં કરતાં આગળ વધવું છે તો તમે ગૂગલના એડ સ્ટોપ્સ ફીચરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમારે એક લોકેશનથી બીજા લોકેશનનું રૂટ એડ કરો.

ઉપર જમણી તરફ દેખાઈ રહેલાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરીને તમે એડિટ સ્ટોપ્સ પસંદ કરો. હવે તમે અનેક સ્ટોપ એડ કરીને પોતાના મરજી પ્રમાણે રિઓર્ડર કરી શકો છો.

ગૂગલ અર્થઃ

ગૂગલ મેપ્સમાં ગૂગલ અર્થની એક લિંક હોય છે, જેની મદદથી તમે કોઈ પણ જગ્યાનો થ્રી-ડી વ્યૂ જોઈ શકો છો. આ માટે તમારે એક જગ્યા શોધ્યા બાદ એક ફોટો જેવો એરો આઈકન જોવા મળશે. એના પર ટેપ કરતાં જ તમને એ જગ્યાનો 360 ડિગ્રીનો વ્યૂ જોઈ શકાય છે. તમે રસ્તાની સાથે સ્ક્રોલ કરીને આસપાસની વસ્તુઓનો તાગ મળવી શકાય છે.

ફૂડ ઓર્ડર કરોઃ

જો તમને ભૂખ લાગી છે અને ગૂગલ મેપ પર રેસ્ટોરાં શોધી લીધી છે તો તમે અહીંથી જ સીધું ફૂડ પણ ઓર્ડર કરી શકો છો. આ માટે રેસ્ટોરાં સર્ચ કરો અને નીટચે સ્લાઈડ કરો અને પ્લેસ એન ઓર્ડરનો વિકલ્પ પસંદ કરો. હવે તમે ડિલિવરી એપ્સ કે વેબસાઈટની મદદ લઈ શકો છો, જોકે, આ સુવિધા તમામ રેસ્ટોરાં પર ઉપલબ્ધ નથી હોતી.

ટોલથી બચાવોઃ

દેશભરના અનેક મોટા અને મહત્ત્વના રસ્તા પર ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. જો તમે તમારા ટોલના પૈસા બચાવવા માંગો છો તો તમારા માટે ગૂગલનું આ ફીચર ખૂબ જ કામનું છે.

ગૂગલના આ ફીચરની મદદથી ગૂગલ મેપ તમને ઓછા ટોલવાળા રસ્તાઓ પણ દેખાડશે. આ માટે તમારે સૌથી પહેલાં મેપમાં તમારો રૂટ સર્ચ કરવો પડશે અને ત્યાર બાદ ત્રણ ડોટ્સ પર ક્લિક કરીને રૂટ ઓપ્શન સિલેક્ટ કરીને એવોઈડ ટોલ્સનું ઓપ્શન સિલેક્ટ કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button