સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ થાળીમાં એક સાથે પીરસો છો 3 રોટલી? આજથી જ બંધ કરી દો નહીં…

રોટલી એ ભારતીય થાળીનું સૌથી મહત્ત્વનું ઘટક ગણાય છે. રોટલી વિના થાળી કમ્પલિટ નથી થતી. તમે ઘરમાં પણ વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે થાળીમાં ક્યારેય એક સાથે ત્રણ રોટલી ના પીરસવી જોઈએ. આ સાંભળીને તમારા મનમાં પણ સવાલ થતો હશે કે ભાઈ આખરે આવું કેમ? ચાલો આજે તમને આ પાછળનું કારણ પણ જણાવીએ-થાળીમાં એક સાથે ત્રણ રોટલી ના પિરસવી જોઈએ એને લઈને શાસ્ત્રોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. શાસ્ત્રોમાં એક સાથે થાળીમાં કોઈને પણ રોટલી પિરસવાની મનાઈ કરવામાં આવી છે. જો તમને પણ આ પાછળનું કારણ જાણવાની તાલાવેલી થઈ ગઈ હોય તો આજે તમને આ પાછળનું કારણ જણાવીએ.

આપણામાંથી ઘણા લોકો આ નિયમનું પાલન માત્ર એટલા માટે કરતાં હોય છે કારણ કે ઘરમાં હંમેશાથી વડીલો પાસેથી આ વિશે સાંભળ્યું હોય છે. પરંતુ શાસ્ત્રોમાં આવું ન કરવા માટેનું સચોટ કારણ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે એક સાથે ત્રણ રોટલી પૂર્વજોને એટલે કે પિતૃઓને પીરસવામાં આવે છે. આ જ કારણ છે કે ક્યારેય જીવંત વ્યક્તિના થાળીમાં એક સાથે ત્રણ રોટલી પીરસવામાં નથી આવતી કે અને એની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતાં જો કોઈને ત્રણ રોટલી જોઈતી હોય તો ત્રીજી રોટલીમાંથી એક ટૂકડો તોડીને થાળીમાં પિરસવામાં આવે છે.

આ ઉપરાંત ત્રણ રોટલી થાળીમાં નહીં પિરસવાનું બીજું પણ એક કારણ છે અને એ કારણ અનુસાર એક સાથે ત્રણ રોટલી થાળીમાં નહીં પિરસવાથી ખાનાર વ્યક્તિના મનમાં બીજાઓ માટે દુશ્મનાવટનો ભાવ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ત્રણ નંબર અશુભ હોય છે એટલે જ કોઈ પણ શુભકામ 3 નંબર પર નથી કરવામાં આવતું. આ જ કારણ છે કે ક્યારેય 3 રોટલી એક સાથે થાળીમાં કે ત્રણ પદાર્થ એક સાથે થાળીમાં પીરસવાની મનાઈ કરવામાં આવી છે. જો તમે પણ અત્યાર સુધી કોઈને થાળીમાં એક સાથે ત્રણ રોટલી પિરસતા હોવ તો આજથી જ તમારી આ આદતને બદલી નાખો.

છે ને કે એકદમ કામની માહિતી? તમારા પરિવારના અન્ય સભ્યો અને મિત્રો સાથે પણ આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આપણ વાંચો : તમે પણ તો નથી ખાતાને કેમિકલ્સથી પકાવેલી કાકડી? ખાવાના નુકસાન વિશે જાણી લેશો તો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button