G-Payની આ સિક્રેટ ટ્રીક છે ખૂબ જ કામની, જૂજ લોકોને છે એની જાણ, જાણી લેશો તો ફાયદમાં રહેશો…

આજકાલ જમાનો ડિજિટલ થઈ રહ્યો છે અને મોટાભાગના કામ ઓનલાઈન કે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થઈ જાય છે. આજકાલ લોકો ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પે (GPay)નો ઉપયોગ કરે છે. ગૂગલપે પણ યુઝર્સ માટે જાત જાતના શાનદાર ફીચર્સ લોન્ચ કરતું રહે છે. આજે અમે તમને અહીં આવા જ એક અનોખા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ફીચર વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આવો જોઈએ શું છે આ ફીચર…
અમે અહીં જે ફીચરની વાત કરી રહ્યા છીએ એ ફીચરનું નામ છે ઓટોપે ફીચર. આ ફીચરની મદદથી યુઝર પોતાના રેકરિંગ ટ્રાન્ઝેક્શન જેવા કે સબસ્ક્રિપ્શન, યુટીલિટી બિલ અને બીજી સર્વિસને ઓટોમેટ કરી શકે છે. ઘણી વખત એવું થાય છે કે આપણે સર્વિસ યુઝ નથી કરતાં પણ ઓટોપે ફીચરને કારણે દર મહિને એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે.
કેટલાક યુઝર્સ ઓટોપે કેન્સલ કરવાનું ભૂલી જાય છે તો કેટલાક લોકોને એ કઈ રીતે બંધ કરવું જોઈએ એની માહિતી નથી હોતી. જો તમે પણ ગૂગલ પે પર રજિસ્ટર્ડ કોઈ ઓટોપે કેન્સલ કરવા માંગો છો તો અમે અહીં તમને કેટલાક સિમ્પલ સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે આ ઓટોપેને કેન્સલ કરી શકો છો.
આ પણ વાંચો…MahaKumbh-2025: પ્રયાગરાજમાં અહીં થશે લુપ્ત થઈ ગયેલી નદીના દર્શન, રખેને ચૂકતા તક…
ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ…
- સૌથી પહેલાં તો તમારા ફોનમાં ગૂગલ પે એપ ઓપન કરો
- હવે ઓટોપે સેટિંગમાં જઈને ટોપ રાઈટમાં આવેલા પ્રોફાઈલ ફોટો પર ટેપ કરો
- હવે ઓટોપેનું ઓપ્શન સિલેક્ટ કરીને સબસ્ક્રિપ્શનને સર્ચ કરો
- હવે તમારી સામે એક એક્ટિવ ઓટોપે સબ્સક્રિપ્શનની યાદી સામે આવશે અને એમાંથી તમારે એ સબસ્ક્રિપ્શન સિલેક્ટ કરવા પડશે જેને તમારે કેન્સલ કરવાના છે
- સબસ્ક્રિપ્શન કેન્સલ કરવા માટે કેન્સલ ઓટોપે પર ટેપ કરો
- અહીં તમને કેન્સલ રિક્વેસ્ટને કન્ફર્મ કરવાનું કહેવામાં આવશે
- કન્ફર્મેશન માટે તમારે યુપીઆઈ પીન એન્ટર કરવું પડશે અને બસ તમારા કન્ફર્મેશન બાદ કેન્સલેશન રિક્વેસ્ટ સક્સેસફૂલ થઈ જશે
આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન… - ઓટોપે કેન્સલેશનનો ટાઈમ કે ઈફેક્ટિવ ડેટ મર્ચેન્ટ પર નિર્ભર કરશે
- કેટલાક કેસમાં ગૂગલ ઓટોપે કેન્સલ કર્યા બાદ પણ સબસ્ક્રિપ્શન કેન્સલ કરવા માટે તમારે મર્ચેન્ટને કોન્ટેક્ટ કરવો પડશે.
- જો સબસ્ક્રિપ્શનનું પેમેન્ટ શેડ્યુલ છે કો આ કેન્સલથી પહેલાં પ્રોસેસ પણ થઈ શકે છે