થવા જઈ રહ્યું છે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, આ રાશિઓએ રહેવું પડશે સાવધ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
આખા વર્ષમાં ચાર ગ્રહણ લાગે છે, જેમાંથી બે સૂર્ય ગ્રહણ (Solar Eclipse) હોય છે અને બે ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse). ટૂંક સમયમાં જ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ પહેલાં 25મી માર્ચ, 2024ના પહેલું ગ્રહણ હોળી પર લાગ્યું હતું અને હવે 18મી સપ્ટેમ્બરના વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ચાર કલાક ચાર મિનીટ સુધી રહેશે. ચાલો જોઈએ આ ગ્રહણનું સૂતક ક્યારથી થશે અને કઈ કઈ રાશિના જાતકો માટે આ ગ્રહણ ભારી રહેવાનું છે-
મુંબઈના એક જયોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ચંદ્ર ગ્રહણનું સૂતક કાળ ગ્રહણથી 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે અને ગ્રહણ સમાપ્ત થતાં જ તે પૂરું થાય છે. આ ચંદ્ર ગ્રહણની કેટલીક રાશિ પર નકારાત્મક અસર જોવા મળશે. આ રાશિના જાતકોએ આ સમયે ખૂબ જ સાવધ રહેવું પડશે.
ચંદ્ર ગ્રહણ સવારે 6.12 કલાકે શરૂ થશે અને 10.17 કલાકે પૂરું થશે. ભારતમાં ગ્રહનો સમય દિવસનો રહેશે, એટલે અહીં આ ચંદ્ર ગ્રહણ માન્ય નહીં રહે. હવે જ્યારે ચંદ્ર ગ્રહણ જ માન્ય નહીં હોય તો સૂતક કાળનો તો સંબંધ જ નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જે ગ્રહણ ખુલ્લી આંખે દેખાય એનું જ સૂતક કાળ માન્ય રહેશે. પરંતુ તેમ છતાં આ ગ્રહણને કારણે અમુક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી રહી છે. આ રાશિના જાતકોએ આ સમયે ખાસ સાવધ રહેવું પડશે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
મેષઃ
મેષ રાશિના જાતકોના સંબંધો તેમના કોઈ નજીકના સંબંધી સાથેના સંબંધોમાં બદલાવ જોવા મળી શકે છે એ વ્યક્તિ જીવનસાથી, મિત્ર કે બિઝનેસ પાર્ટનર પણ હોઈ શકે છે. તમારી સ્થિતિના આધાર પર જ આંશિક ચંદ્ર ગ્રહણ તમારા સંબંધને ગાઢ બનાવવા તે કોઈ સંબંધને પૂરા કરવા માટે પ્રેરિત કરે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકોના કરિયરમાં ફેરફાર આવશે. આ ચંદ્ર ગ્રહણને કારણે આ રાશિના જાતકોના કરિયર પર અસર જોવા મળી શકે છે. તમે તમારી ચાલુ નોકરી છોડવાનો વિચાર કરશો. જોકે, આ પરિવર્તનની અસર તમારી પર્સનલ લાઈફ પર પણ જોવા મળી શકે છે, એટલે સમજી વિચારીને જ કોઈ પણ નિર્ણય લો.
આ પણ વાંચો :ત્રણ દિવસ બાદ બુધ અને સૂર્યની થશે યુતિ, આ રાશિના જાતકો થશે માલામાલ…
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ ખતરનાક સાબિત થવા જઈ રહ્યું છે. પરિવારના સભ્યો સાથે મતભેદ અને મનભેદ થઈ શકે છે. કામના સ્થળે કોઈ વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે, પરિણામે તમારે ખાસ સાવધ રહેવાની જરૂર છે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ પરેશાનીનું કારણ બની શકે છે. મકર રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે, જે તમારા માટે બિલકુલ સારું નહીં રહે. આ સમયે તમારે ખૂબ જ સમજદારી પૂર્વક આગળ વધવાની જરૂર છે.