આ પાંચ બેંક સિનીયર સિટીઝનને એફડી પર આપે છે તગડું રિટર્ન, જાણી લો ફાયદામાં રહેશો…
ગયા આખા વર્ષ દરમિયાન મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ દર લાંબા સમય સુધી સ્થિર રહ્યા હતા જેને કારણે હાલમાં અનેક બેંકો દ્વારા એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો હતો પણ અમુક બેંકો એવી પણ છે કે જેઓ સિનીયર સિટીઝન્સને એફડી પર આઠ ટકાનો વ્યાજ દર ચૂકવે છે. આજે અમે અહીં તમને આવી જ પાંચ બેંક વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
યેસ બેંક
યેસ બેંક સિનીયર સિટીઝનને દોઢ વર્ષથી પાંચ વર્ષ સુધીની એફડી પર હાઈએસ્ટ ઈન્ટરેસ્ટ રેટ આપે છે. બેંક આ સમયગાળા માટે આઠ ટકા રિટર્ન આપે છે. જ્યારે દોઢ વર્ષથી બે વર્ષ સુધીની ઓફડી પર 8.25 ટકા વ્યાજ આપે છે.
ડીસીબી બેંક
ડીસીબી બેંક એ પ્રાઈવેટ સેક્ટરની બેંક છે. ડીસીબી બેંક પણ સિનીયર સિટીઝન્સને એફડી પર સારું એવું રિટર્ન આપે છે. આ બેંક દ્વારા બેથી ત્રણ વર્ષની એફડી પર 8.35 ટકા જેટલું દમદાર રિટર્ન આપે છે. દરમિયાન 37 મહિનાની એફડી પર 8.50 ટકા જેટલું રિટર્ન આપવામાં આવે છે.
ઈન્ડસઈંડ બેંક
33 મહિનાથી 39 મહિના માટે ઈન્ડઈંડ બેંક દ્વારા એફડી પર 8 ટકા સુધીનું રિટર્ન આપવામાં આવે છે. જ્યારે 19થી 24 મહિનાની એફડી પર 8.25 સુધીનું રિટર્ન આપે છે.
બંધન બેંકઃ
સિનીયર સિટીઝન્સને એફડી પર ભરભરીને રિટર્ન આપનારી બેંકોમાં બંધન બેંક અગ્રેસર છે. આ બેંક ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષના સમયગાળા માટે એફડી પર 7.75 ટકા વ્યાજ આપે છે જ્યારે 500 દિવસ એફડી કરાવવા માટે આ બેંક 8.35 ટકા વ્યાજ આપે છે.
આઈડીએફસીઃ
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આઈડીએફસી બેંક પણ એફડી પર તગડું રિટર્ન આપે છે. આ બેંક 751 દિવસથી લઈને 1095 દિવસની એફડી પર વધુમાં વધુ 7.75 ટકાનું રિટર્ન આપે છે.