નેશનલસ્પેશિયલ ફિચર્સ

SCSS અકાઉન્ટની મુદત પૂરી થયાના મહિનાઓ પછી પણ લંબાવવામાં આવશે તો તમને સંપૂર્ણ વ્યાજ મળશે

SCSS (સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ) ખાતાના નવા નિયમો અમલમાં આવ્યા છે. જો તમે પાકતી મુદત પછી પણ તમારા વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતામાંથી પૈસા ઉપાડતા નથી તો તેના પર વ્યાજ મળતું તમને બંધ થઈ જાય છે. જો કોઈ કારણસર તમે ઘણા મહિનાઓ સુધી આ પૈસા ઉપાડી શકતા નથી તો તમારે આ સમગ્ર સમયગાળા માટે વ્યાજનું નુકસાન સહન કરવું પડે છે. જો તમારી પાસે scss ખાતામાં મોટી રકમ જમા છે, તો આ નુકસાન નોંધપાત્ર હોઈ શકે છે, પરંતુ હવે એક ઉપાય છે જેના દ્વારા તમે નુકસાન ભરપાઇ કરી શકો છો. એક માત્ર શરત એ છે કે તમારા scss ખાતાની પાકતી મુદતની તારીખથી એક વર્ષથી વધુ સમય વીતેલો ન હોવો જોઈએ.

વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ ખોલવામાં આવેલું ખાતું પાંચ વર્ષમાં પરિપક્વ થાય છે. જૂના નિયમો અનુસાર પાકતી મુદત પછી scss એકાઉન્ટને માત્ર એક જ વાર ત્રણ વર્ષ માટે વધારી શકાય છે, પરંતુ ગયા વર્ષે scss ખાતાના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા હતા, જે બાદ હવે scss સ્કીમના ખાતાધારકો પોતાના ખાતાને ત્રણ વર્ષ સુધી ઈચ્છે તેટલી વખત વધારી શકે છે. નવા નિયમોમાં કેટલીક મહત્વની બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


ગયા વર્ષથી લાગુ કરવામાં આવેલા આ નવા નિયમોને કારણે એવા લોકોને ફાયદો થઈ શકે છે, જેઓ કોઈ કારણોસર તેમના પાકેલા scss એકાઉન્ટને ઘણા મહિનાઓ સુધી આગળ વધારી શક્યા ન હતા અને આ સમય દરમિયાન તેમના પૈસા વ્યાજની કમાણી વગર જ ખાતામાં પડ્યા રહ્યા હતા. જો તમારા ખાતાની પાકતી મુદતને એક વર્ષથી ઓછો સમય થયો છે અને તમે તેને ત્રણ વર્ષ સુધી લંબાવશો તો તમને પાછલા મહિનાઓ દરમિયાન થયેલા વ્યાજના ખોટની ભરપાઈ થઈ શકે છે, કારણ કે આવી સ્થિતિમાં તમારા scss ખાતાના વિસ્તરણને પાકતી તારીખથી જ અસરકારક ગણવામાં આવશે અને અગાઉના દરે જમા રકમ પર વ્યાજ પણ ઉમેરવામાં આવશે.


આપણે એક ઉદાહરણની મદદથી આ વાત સમજીએ. ધારો કે તમારું scss ખાતુ 31 જાન્યુઆરી, 2024ના રોજ પાક્યું છે, પરંતુ તમે હજુ સુધી તેને લંબાવ્યું નથી કે ખાતું બંધ કર્યું નથી. આવી સ્થિતિમાં 31 જાન્યુઆરી 2024 પછી તમારા ખાતામાં જમા થયેલી રકમ પર વ્યાજ ઉમેરવામાં આવશે નહીં. પરંતુ નવા નિયમો હેઠળ હવે તમે તમારા એકાઉન્ટને 31 જાન્યુઆરી, 2025 પહેલા કોઈપણ સમયે આગળ વધારી શકો છો. ધારો કે તમે 30 જૂનના રોજ તમારા scss ખાતાને ત્રણ વર્ષ માટે લંબાવવાની અરજી કરો છો, તો પણ તે 31 જાન્યુઆરી 2024થી જ લાગુ કરવામાં આવશે અને તમને તે સમગ્ર સમયગાળા માટે તે જ દરે વ્યાજ મળશે જે તમારી મુદત પાકતી હતી તે તારીખે લાગુ પડતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker