SBI બેંકમાં છે તમારું કોઈ એકાઉન્ટ, તમને પણ આવ્યો છે આવો કોલ કે મેસેજ? અત્યારે જાણી લો…

આજકાલ જમાનો ડિજિટલ છે અને ડિજિટલ બેંકિંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શને આપણું રોજબરોજનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે, પણ એની સાથે સાથે જ ક્રાઈમનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. ક્રિમનલ્સ પણ સ્માર્ટ બની ગયા છે. હવે દેશની સૌથી સુરક્ષિત બેંકમાંથી એક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ હાલમાં જ પોતાના ખાતાધારકોએ મહત્ત્વની ચેતવણી આપી છે. આ ચેતવણી ખાસ કરીને એવા કિસ્સા સાથે સંકળાયેલી છે કે જે મોબાઈલ નંબર બદલવા અને કે અપડેટ કરવાના નામે થયા છે.
મળતી માહિતી મુજબ ફ્રોડસ્ટર ગ્રાહકોના ફોન કોલ, એસએમએસઅને ઈમેલ મોકલાવીને કહે છે કે તમારો ફોન નંબર બેંક રેકોર્ડથી હટાવવામાં આવી રહ્યું છે કે પછી નવો નંબર રજિસ્ટર કરવામાં આવી રહ્યો છે. આ માટે તેઓ તેમને એક લિંક મોકલાવવામાં આવે છે કે પછી ઓટોપી, એટીએમ પિન કે ઈન્ટરનેટ બેંકિંગ ડિટેલ્સ માંગે છે. જેવું કસ્ટમર માહિતી શેર કરે છે સ્કેમર્સ તેના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.
એસબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બેંક ક્યારેય પોતાના ખાતાધારકોને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ઓટીપી કે પર્સનલ ડિટેલ્સ નથી માંગતી. જો તમને કોઈ આવો મેસેજ કે કોલ આવે છે તો સમજી જાવ કે તે છેતરપિંડી છે. આ સ્ટોરીમાં આજે આપણે જાણીશું કે કઈ રીતે ફ્રોડસ્ટર તમને છેતરી જાય છે અને તમે એનાથી કઈ રીતે બચી શકો છો.
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જો તમને પણ કોઈ કોલ કે મેસેજ આવે છે જેમાં લખેલું છે છે તમારા મોબાઈલ નંબરને અપડેટ કે રજિસ્ટર કરવા માટે ઓટીપી નાખો. જો તમે માહિતી નહીં આપો તો તમારો જૂનો નંબર બંધ કરવામાં આવશે અને એકાઉન્ટનું એક્સેસ ખતમ થઈ જશે. તેઓ એક બોગસ લિંક પણ મોકલાવે છે જેના પર ક્લિક કરવાથી તમારો પર્સનલ ડેટા ચોરી થઈ જાય છે.
આ સિવાય ઘણી વખત તેઓ પોતાને એસબીઆઈના કર્મચારી ગણાવીને એટીએમ પીન, સીવીવી, નેટ બેંકિંગ, પાસવર્ડ્સ કે ઓટીપી પણ પૂછી લે છે. એક વખત આ બધી માહિતી મળી જાય એટલે તેઓ તમારા ખાતામાં તરત જ તમામ પૈસા ઉપાડી લે છે.
કઈ રીતે બચશો?
સાઈબર ફ્રોડથી કઈ રીતે બચશો એની વાત કરીએ તો એના માટે તમારે કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડશે. ચાલો જોઈએ કઈ છે આ વાતો-
⦁ પર્સનલ ઈન્ફોર્મેશન ના શેર કરો
કોઈ સાથે પણ પર્સનલ ઈન્ફોર્મેશન જેવી કે એટીએમ પીન, સીવીવી, પાસવર્ડ, નેટ બેંકિંગ યુઝર આઈડી, ઓટીપી જેવી માહિતી શેર ના કરો. એસબીઆઈ કે કોઈ પણ બેંક ખાતાધારક પાસેથી આવી માહિતી ફોન પર કે એસએમએસ પર નથી માંગતી.
⦁ બનાવટી મેસેજ, ઈમેલ ધ્યાનથી વાંચો
જો તમને કોઈ એસએમએસ કે ઈમેલ આવ્યો છે તો તેમાં આપેલી લિંક પર ક્લિક ના કરો. બેંક ક્યારેય મોબાઈલ નંબર અપડેટ કરવા માટે લિંક નથી મોકલતી. હંમેશા બેંકથી આવનારા મેસેજ ધ્યાનથી વાંચો. જો મેસેજ સાચે બેંક તરફથી આવ્યો હશે તો એસએમએસમાં સેન્ડર આઈડી સ્પષ્ટ થાય છે, જ્યારે ફ્રોડવાળા મેસેજમાં સ્પેલિંગમાં નંબર અજીબ હોય છે.
⦁ શંકાસ્પદ કોલ આવે તો સતર્ક રહો અને રિપોર્ટ કરો
જો કોઈ પોતાની જાતને એસબીઆઈનો કર્મચારીને જણાવીને ઓટીપી કે પીન માંગે છે તો તરત કોલ કટ કરી દો. અસલી બેંક અધિકારીઓ ક્યારેય આવું નથી કરતા. જો કોઈ બનાવટી કોલ કે મેસેજ આવશે તો તરત 1930 કે cybercrime.gov.in પર રિપોર્ટ કરો. આ સાથે નજીકમાં આવેલી બેંક બ્રાન્ચને જાણ કરો.
⦁ નંબર બદલતી સમયે બ્રાન્ચ જાવ
જો તમે હકીકતમાં મોબાઈલ ફોન નંબર બદલવા માંગો છો તો એસબીઆઈ બ્રાન્ચની મુલાકાત લો. કોઈ પણ લિંક કે કોલની મદદથી નંબર અપડેટ કરવાનું ટાળો.
આ પણ વાંચો…SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર મળતા ફાયદા થશે બંધ, બેંકે નિયમોમાં કર્યા ફેરફાર