સ્પેશિયલ ફિચર્સ

બોલો, FD કરતાં અહીં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે ભારતીયો, પરિણામો છે ચોંકાવનારા…

આપણે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો બચતમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને આ જ કારણ છે કે ભવિષ્ય કે રિટાયરમેન્ટ માટે આપણામાંથી ઘણા લોકો એફડી બનાવીને બચત કરે છે અને આ રકમને તેઓ પોતાના વૃદ્ધાવસ્થા કે કોઈ પણ ઈમર્જન્સી માટે સંભાળીને રાખે છે. પરંતુ શું તમને ખબરે છે કે અત્યારે ભારતીયો પૈસા કમાવવા માટે સૌથી સેફ રસ્તા તરીકે ઓળખાતા એફડીમાં પૈસા રોકવાને બદલે બીજા બીજા રસ્તાઓ અપનાવવા લાગ્યા છે? નહીં ને? ડોન્ટ વરી આજે અમે અહીં તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

એક ફાઈનાન્સ કંપની દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો હવે ભારતીયો મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. લોકો એફડી અને આરડી કરતાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા રોકવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ હજી પણ ભારતીયોની પહેલી પસંદ નથી બની શક્યું.

જો લોકોની સેવિંગ કે ઈન્વેસ્ટમેન્ટ પેટર્નને નોટિસ કરીએ તો આશરે 54 ટકા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાનું પસંદ કરે છે, જ્યારે 53 ટકા લોકોની પહેલી પસંદ હજી પણ એફડી છે. જો ઈન્વેસ્ટર્સની ટોપ મોસ્ટ પ્રાયોરિટીની વાત કરીએ તો આજે પણ દેશમાં સૌથી વધુ પૈસાનું રોકાણ સેવિંગ બેંક એકાઉન્ટમાં જ કરવામાં આવે છે અને આ પ્રમાણ 77 ટકા જેટલું છે.
એ જ રીતે આગળ વધીએ અને વાત કરીએ બીજા રોકાણની તો ભારતીયો સ્ટોક માર્કેટમાં આશરે 43 ટકા લોકો રોકાણ કરે છે અને ઈન્શ્યોરન્સ સ્કીમમાં પણ આશરે 43 ટકા લોકો રોકાણ કરે છે.

ચોંકાવનારી વાત તો એ છે કે ભારતીયોમાં સોનામાં રોકાણનો ક્રેઝ પણ ઘટતો જોવા મળી રહ્યો છે. ગોલ્ડ અને બીજી કોમોડિટીઝમાં માત્ર 27 ટકા લોકોએ જ રોકાણ કર્યું છે. જોકે, રોકાણ કરવાની વાત આવે તો સોનું એ સૌથી સેફેસ્ટ વે માનવામાં આવે છે અને લોકો તેને સોલિડ કેશ તરીકે પણ ઓળખે છે. સોનાની જેમ જ આશરે 27 ટકા લોકોએ પ્રોવિડન્ટ ફંડ જેમ કે ઈપીએફ અને પીપીએફમાં રોકાણ કર્યું હતું.

આ બધા વચ્ચે ક્રિપ્ટો જેવા કેટલાક નવા ઈન્વેસ્ટમેન્ટ ટૂલ્સ પણ બજારમાં આવ્યા છે અને આશરે 23 ટકા લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરે છે જ્યારે રિયલ એસ્ટેટ અને અન્ય પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓનું પ્રમાણ માત્ર 19 ટકા જેટલું જ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત