શનિ-સૂર્યએ બનાવ્યો શુભ યોગ, 20 દિવસ સુધી ધનમાં આળોટશે આ રાશિના જાતકો…
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે શનિને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હાલમાં સૂર્ય સિંહ રાશિમાં બિરાજમાન છે જ્યારે સૂર્ય પુત્ર શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે. સૂર્ય સિંહ રાશિના અને શનિ કુંભ રાશિના સ્વામી છે. અત્યારે સૂર્ય કુંભ રાશિમાં બિરાજમાન શનિથી 180 ડિગ્રી પર સ્થિત છે, જેને કારણે બંને ગ્રહો સમસપ્તક યોગ બનાવી રહ્યા છે. આ શુભ યોગની અસર 16મી સપ્ટેમ્બર સુધી જોવા મળશે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યા છે. જ્યોતિષાચાર્યના ગણાવ્યા અનુસાર સૂર્ય-શનિ વચ્ચે આ સમસપ્તક યોગ આશરે 30 વર્ષ બાદ બન્યો છે. આ યોગને કારણે ત્રણ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ સમસપ્તક યોગને કારણે મેષ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. વેપારીઓને પણ મનચાહ્યો નફો થઈ રહ્યો છે. રોકાણ માટે આ સમય એકદમ અનુકૂળ છે. સંતાન તરફથી કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મિથુનઃ મિથુન રાશિના જાતકોના જીવનમાં આ યોગને કારણે ખુશીઓનું આગમન થઈ રહ્યું છે. આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે. બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે. ખર્ચામાં કમી આવતા તમારી ખુશીનો પાર નહીં રહે. ઘર, પ્રોપર્ટી કે વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે. આસપાસના ખુશહાલ માહોલને કારણે મન પ્રસન્ન રહેશે.
| Also Read: આજનું રાશિફળ (29-08-24): આજે અજા એકાદશી પર સિંહ, કન્યા અને મીન રાશિના જાતકોને આજે વેપારમાં થશે અપરંપાર ફાયદો….
કુંભઃ કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ રહી છે. પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. વૈવાહિક જીવન આનંદમય રહેશે. કોઈ જૂના રોગથી છુટકારો મળશે. કોઈ લાંબા સમયથી અટકી પડેલું કામ પણ પૂરું થઈ રહ્યું છે.