સારા તેંડુલકરનો ભાભી સાનિયા ચંડોકનો ‘Dog Love’ વીડિયો વાઈરલ, વીડિયો થયો વાઈરલ…

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સારા તેંડુલકર અને તેંડુલકર પરિવારની થનારી વહુરાણી સાનિયા ચંડોકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં નણંદ-ભાભી વચ્ચેનો એક ખાસ બોન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં સારા અને સાનિયા સાથે મોજ-મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે. ચાલો તમને જણાવીએ આ વીડિયો વિશે…
આપણ વાંચો: સારા તેંડુલકર બની ઑસ્ટ્રેલિયન ટૂરિઝમ આઈકન: સચિનની ‘લાડલી’ને મળી મોટી જવાબદારી!
સારા તેંડુલકરે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરેલાં વીડિયોમાં સારા અને સાનિયા ચંડોક ડોગ સાથે ખૂબ જ મસ્તી કરી રહી છે. બંને જણ એકદમ હેપ્પી મૂડમાં જોવા મળી રહી છે.
નણંદ-ભાભી વચ્ચે અનેક કોમન ફેક્ટર છે અને એમાંથી જ એક એટલે એનિમલ લવ. બંનેને પ્રાણીઓ માટે ખાસ લગાવ છે. તમારી જાણ માટે સચિન તેંડુલકરની થનારી વહુ સાનિયા Mr. Pawsની ફાઉન્ડર છે, જ્યાં શ્વાનની સારસંભાળ અને સારવાર કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરની સગાઈ હાલમાં જ થઈ હતી. સાનિયા અને અર્જુનની સગાઈના ન્યુઝ 13મી ઓગસ્ટના રાતના સામે આવ્યા હતા. તેંડુલકર પરિવારે આ સેરેમની ખૂબ જ પ્રાઈવેટ રાખી હતી. જોકે, સગાઈના થોડાક દિવસ બાદ જ સચિન તેંડુલકરે આ ન્યુઝ કન્ફર્મ કરી હતી.
આપણ વાંચો: સારા તેંડુલકરની મિત્રને દિલ્હીમાં મળ્યું મોટું કામ! રૂપિયાનો થશે વરસાદ
સારા અને સાનિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. યુઝર્સને નણંદ-ભાભી વચ્ચેનો આ બોન્ડ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની સગાઈ બાદથી જ તેંડુલકર પરિવારની થનારી વહુરાણી દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળી રહી છે. આ પહેલાં સાનિયા સારા તેંડુલકરની પિલેટ્સ એકેડેમીના ઉદ્ઘાટન પ્રસંગે જોવા મળી હતી અને ત્યાર બાદ તે આખી ફેમિલી સાથે મધ્ય પ્રદેશમાં આવેલા શહેર મહેશ્વરની ટ્રિપ પર પણ ગઈ હતી. આ સિવાય સચિન તેંડુલકરના માતાના જન્મદિવસ પર પણ સાનિયા તેંડુલકર સાસરે આવી હતી.