સપિંડ લગ્ન એટલે શું, શું આ નિયમ હળવો થઈ શકે, ભારતમાં આવા લગ્ન ક્યાં થાય છે?

ભારતના બંધારણમાં તમામ લોકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં એક મૂળભૂત અધિકાર એ પણ છે કે કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ પોતાની પસંદગીના છોકરા કે છોકરી સાથે લગ્ન કરી શકે છે. તેમાં જાતિ, ધર્મ કે પ્રદેશ અવરોધ ન બની શકે. આ મૂળભૂત અધિકારો હોવા છતાં, કેટલાક સંબંધો એવા હોય છે જેમાં લગ્ન થઈ શકતા નથી. સપિંડ લગ્ન આનો એક ભાગ છે.
સપિંડ એટલે કે એકજ ગોત્રના બે વ્યક્તિઓ વચ્ચે લગ્ન ન થવા જોઈએ. તેનો મતલબ છે. કે જે પરિવારોના પૂર્વજોએ લગ્ન કર્યા હતા. એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે એકજ ગોત્રમાં લગ્ન કરવાને કારણે બાળકો ખામી વાળા જન્મે છે આથી આવા નગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં જમ્મુ અને કાશ્મીર સિવાય ભારતના તમામ રાજ્યોમાં સપિંડ વિવાહ પર પ્રતિબંધ છે.
કેટલાક સમુદાયમાં કોઈના કાકા, કાકી અથવા કાકા-કાકીના સંબંધીઓ સાથે લગ્ન કરવાનો રિવાજ હોય છે. તો તેમને કાયદેસર રીતે લગ્ન કરવાની મંજૂરી આપી શકાય છે. આ રિવાજનો ઉલ્લેખ હિંદુ મેરેજ એક્ટની કલમ 3(A)માં કરવામાં આવ્યો છે. આ રીતે નિયમો અમુક શરતો સાથે હળવા થઈ શકે છે.
દક્ષિણ ભારતમાં, આજકાલ કોઈના સંબંધી સાથે લગ્ન કરવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળના ઘણા સમુદાયોમાં પિતરાઈ ભાઈઓ વચ્ચેના લગ્નને શુભ માનવામાં આવે છે.
જો કે સપિંડ લગ્ન દક્ષિણ ભારતની જેમ ઉત્તર ભારતમાં પ્રચલિત નથી, તેમ છતાં કેટલાક સમુદાયોમાં તે પરંપરા છે. ઉત્તર-પૂર્વ ભારતના આદિવાસી સમુદાયોમાં સંબંધીઓ વચ્ચે લગ્નની પ્રથા કેટલાક વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. જેમકે ખાસી જનજાતિમાં માતૃવંશીય પ્રણાલી પ્રચલિત છે, એટલે કે માતાના પિયરમાં કોઈ લગ્ન લાયક છે તો તેના લગ્ન માતાની સાસરી પક્ષમાં કરી શકાય છે. આ ઉપરાંત નાગા જનજાતિમાં લેવિરેટ લગ્નની પ્રથા છે, જ્યાં વિધવા તેના પતિના નાના ભાઈ સાથે લગ્ન કરી શકે છે.
આવા સમુદાયો માને છે કે આ સામાજિક બંધનોને મજબૂત બનાવે છે,અને વંશની શુદ્ધતા જાળવી રાખે છે. જો કે, આ પ્રથાની ટીકાઓ થઈ રહી છે. ટીકાકારો આવી પ્રથાને વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવે છે.
પિતરાઈ સાથે લગ્ન કરવાની પરંપરા દુનિયામાં નવી વાત નથી. આ પ્રકારના લગ્નો ખાસ કરીને ઇસ્લામિક રિવાજોનું પાલન કરતા દેશો, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, લિબિયા, પાકિસ્તાનમાં જોવા મળે છે. જો કે, આ પરંપરા દક્ષિણ ભારતમાં પણ ખૂબ પ્રચલિત છે.
જો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ ભારતના હિંદુ અને બૌદ્ધ સમુદાયોમાં પિતરાઈ ભાઈઓ સાથે લગ્ન કરવાનો રિવાજ વધ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતભરમાં પરિવારમાં પિતરાઈ ભાઈઓ અથવા અન્ય સંબંધીઓ સાથે લગ્નની સંખ્યા લગભગ 11 ટકા છે. આવા લગ્નમાં સૌથી વધુ 28 ટકા લગ્ન તમિલનાડુમાં થયા છે. આ પછી કર્ણાટકમાં 27%, આંધ્રપ્રદેશમાં 26%, પુડુચેરીમાં 19% અને તેલંગાણામાં 18% લગ્નો થયા. કેરળમાં આ આંકડો માત્ર 4.4% છે.