સ્પેશિયલ ફિચર્સ

આ વખતે સંકષ્ટી ચતુર્થી પર કરી લેશો આ એક ઉપાય તો જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ…

હિંદુ ધર્મ અને સનાતન ધર્મમાં સંકષ્ટી ચતુર્થી, જેને ‘સંકટ હારા ચતુર્થી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન ગણેશને સમર્પિત એક અત્યંત પ્રભાવશાળી વ્રત છે. આ દિવસે વ્રત અને પૂજન કરવાથી જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ખાસ કરીને જે લોકો સફળતા, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મેળવવા માંગે છે એવા લોકો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દરેક ચંદ્ર માસના કૃષ્ણ પક્ષની ચોથી તિથિએ મનાવવામાં આવતું આ વ્રત ભક્તોના કષ્ટ હરનારું માનવામાં આવે છે. જોકે, આજે આપણે અહીં વાત કરીશું સંકષ્ટી ચતુર્થીના અધ્યાત્મિક અને એને કારણે તણાવમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકો છો એની અને સાથે સાથે એ પણ જાણીશું કે આખરે આ વખતે સંકષ્ટી ચતુર્થી ક્યારે આવી રહી છે…

સંકષ્ટી ચતુર્થી 2026ની તારીખ અને સમય
વાત કરીએ સંકષ્ટી ચતુર્થીની તિથિ અને સમયની તો આ વખતે ફેબ્રુઆરી મહિનામાં પાંચમી ફેબ્રુઆરીના રોજ સંકષ્ટી પડી રહી છે. પાંચમી ફેબ્રુઆરીના રાતે 12.09 કલાકે સંકષ્ટી ચતુર્થી તિથિનો પ્રારંભ થશે અને છઠ્ઠી ફેબ્રુઆરી, 2026ના રાતે 12.22 કલાકે સંપન્ન થશે.

આધ્યાત્મિક મહત્વ
તમને જાણીને નવાઈ લાગશે કે સંકષ્ટિના દિવસે ઉપવાસ અને ભગવાન ગણેશનું ધ્યાન ધરવાથી શારીરિક શુદ્ધિ તો થાય જ છે પણ એની સાથે સાથે મનમાં આવતા નકારાત્મક વિચારો અને સંકુચિત માનસિકતામાંથી મુક્તિ પણ મળે છે. જે મનને તાજગી આપે છે અને જીવનમાં નવી સર્જનાત્મકતાના નવા નવા દ્વાર ખોલી રહ્યા છે.

તણાવ દૂર કરવાના વિશેષ ઉપાયો
સંકષ્ટી ચતુર્થીના દિવસે કેટલાક સરળ ઉપાયો કરવાથી માનસિક શાંતિ અને પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થઈ રહી છે. તમે આ દિવસની શરૂઆત ગણેશ પૂજાથી કરો અને ઓછામાં ઓછી 10 મિનિટ શાંતિથી બેસીને ધ્યાન ધરો. આ સિવાય શ્વાસ સાથે જોડાયેલી કસરત પણ તમારા શરીર અને મનને શાંત રાખવામાં મદદ કરશે.

ભગવાન ગણેશ પાસે પ્રાર્થના કર્યા પછી, તમારા જીવનની એવી બાબતો વિશે વિચારો અથવા લખો જેના માટે તમે આભારી છો. આ કરવાથી તમારું ધ્યાન તણાવથી હટીને સકારાત્મકતા તરફ જશે. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ દિવસે ફળાહાર વ્રત કરવાથી વિચલિત મનને એકાગ્ર કરવામાં મદદ મળે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button