Sanchar Saathi App શું છે, જેને લઈને વિપક્ષે સરકાર પર વોચ રાખવાનો આક્ષેપ કર્યો? જાણો એપ કયો ડેટા એક્સેસ કરશે

હાલમાં દેશભરમાં એપ એપને કારણે જોરદાર બબાલ થઈ રહી છે. આ એપને કારણે વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. સરકાર એક એવી એપ લાવવા જઈ રહી છે જે તમારા મોબાઈલમાં આવી બેસી જશે અને તેને ડિલીટ પણ નહીં કરી શકાય. અમે અહીં જે એપની વાત કરી રહ્યા છીએ એ છે સંચાર સાથી એપ (Sanchar Saathi App).
સરકાર દાવો કરી રહી છે કે આ એપ નાગરિકોની સુરક્ષા માટે છે જ્યારે વિપક્ષ કહી રહ્યું છે કે આ એક ફોર્સફૂલી તમારા પર વોચ રાખવાનું હથિયાર છે. સંસદથી લઈને સોશિયલ મીડિયા પર આ એપને લઈને વિવાદ છેડાઈ ગયો છે પણ શું તમે જાણો છો કે આ એપ કોણે બનાવી છે અને તે કયો અને કેટલો ડેટા એક્સસેસ કરી શકશે? ચાલો જાણીએ…
ગયા અઠવાડિયે ટેલિકોમ મિનિસ્ટ્રીનો એક ડોક્યુમેન્ટ જેવો પબ્લિકની સામે આવ્યો કે ટેક ઈન્ડસ્ટ્રીથી લઈને સંસદ સુધી ખળભળાટ મચી ગયો. આ આદેશ એકદમ સ્પષ્ટ હતો કે એમાં ભ્રમની શક્યતા જ નહોતી. હવે આગામી સમયમાં દરેક નવા સ્માર્ટફોનમાં આ એપ ઈન્સ્ટોલક કરીને જ આવશે.
રાતોરાત ચર્ચામાં આવી ગયેલી આ સંચાર સાથી એપ કંઈ અચાનક લોન્ચ કરવામાં આવેલી એપ નથી. આ એપ ડીઓટીના સીઈઆઈઆર અને ટીએએફસીઓપી જેવી બે અલગ અલગ સિસ્ટમનો એક જોઈન્ટ લૂક છે. એક સિસ્ટમ કે જે ચોરાઈ ગયેલાં મોબાઈલ ફોનને કામ કરતું અટકાવે છે, જ્યારે બીજી સિસ્ટમમાં તમને તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે એ જણાવે છે.
2023માં સરકારે આ બંનેને ભેગા કરીને એક ડિજિટલ અમ્બ્રેલા ક્રિયેટ કરી અને આ ડિજિટલ અમ્બ્રેલા એટલેકે સંચાર સાથી. હવે આ સંચાર સાથી એપ તમારા મોબાઈલ ફોનમાં પ્રિ- ડાઉનલોડેડ હશે અને એના કારણે જ રાજકારણ એકદમ ગરમાઈ ગયું છે.
સરકાર કહે છે કે આ એપને કારણે સાઈબર ફ્રોડ પર અંકુશ આવશે અને બનાવટી ફોન, ફોન થેફ્ટિંગ, ચોરી થયેલો ફોન ટ્રેકિંગ જેવા અનેક મહત્ત્વના કામ ચપટી વગાડતામાં પૂરા થશે. ટૂંકમાં સરકારનો દાવો છે કે આ એપ નાગરિકોની સુરક્ષા માટે છે. પરંતુ વિપક્ષ કહે છે કે સરકાર સિક્યોરિટીના નામે સોશિયલ મોનિટરિંગના હથિયાર તરીકે આ એપનો ઉપયોગ કરવાની ફિરાકમાં છે. જોકે, સરકાર અને વિપક્ષનો તો ચોલી દામનનો સાથ હોય છે અને એટલે આવા આરોપ, પ્રત્યારોપ તો થતાં જ રહેશે.
હવે સવાલ એ છે કે આ એપ યુઝર્સના કયા ડેટાને એક્સેસ કરી શકશે તો એ એપ યુઝર્સના કોન્ટેક્ટ, કોલ લોગ, એસએમએસ, લોકેશન, કેમેરા, ફોટો અને ફોનમાં રહેલી અન્ય ફાઈલ્સ સુધીનો એક્સેસ કરી શકશે. આઈફોનમાં આ એક્સેસ થોડો લિમિટેડ છે પરંતુ ફોટો અને ફાઈલ્સનું એક્સેસ તો ત્યાં પણ મળશે.
આપણ વાંચો: સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?
સંચાર સાથી એપને લઈને ભલે વિપક્ષ અને સરકાર આમને સામે આવી ગઈ હોય પણ બીજા શબ્દોમાં કહેવાનું થાય તો આ એપ સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે જ લાવવામાં આવી રહી છે, જોઈએ હવે સરકારની આ યોજના કેટલી સફળ થાય છે.



