SBI, ICICI, HDFC બેંકોને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, તમારું પણ ખાતું હોય તો જાણી લેજો…

આજના સમયમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ જોવા મળશે કે જેમનું બેંક એકાઉન્ટ ના હોય એમાં પણ ખાસ કરીને જ્યારથી પીએમ જનધન ખાતા યોજના શરૂ થઈ છે ત્યારથી તો દેશમાં કરોડો બેંક એકાઉન્ટ ખૂલી ગયા છે. લોકો પણ ઘરમાં પૈસા રાખવાના બદલે બેંક એકાઉન્ટમાં પૈસા રાખવાનું વધારે સુરક્ષિત માને છે, પરંતુ શું તમને ખબર છે કે દેશની સૌથી સુરક્ષિત બેંકો કઈ છે, નહીં ને? ખુદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ચાલો જોઈએ કઈ છે આ બેંકો….
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) અને એચડીએફસી બેંક (HDFC Bank)ની ગણતરી દેશની સૌથી સુરક્ષિત બેંકોમાં કરવામાં આવે છે. આરબીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ત્રણેય બેંકો ડી-એસઆઈબી એટલે લે ડોમેસ્ટિક સિસ્ટેમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંક કેટેગરીમાં આવે છે. આનો અર્થ એવો થયો છે કે એવી બેંક કે જે દેશની અર્થવ્યવસ્થા માટે એટલી બધી જરૂર કે જેનું ડૂબવું કે દેવાળું ફૂંકાય એ સરકારને પોષાય તેમ નથી.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી આગળ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો આ બેંક જો દેવાળું ફૂંકે તો દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ જશે. ટૂંકમાં જો તમારું ખાતું પણ આ ત્રણેય બેંકમાંથી કોઈ પણ એક બેંકમાં છે તો તમારે એક ટકાની પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા પૈસા એકદમ સુરક્ષિત છે.
2008થી આરબીઆઈ દ્વારા ડી-એસઆઈબીની જાહેરાત કરવાનું શરૂ કરવામાં આવ્યું. એ સમયે દેશમાં આર્થિક મંદી હતી અને અનેક બેંકો ડૂબી ગઈ હતી. 2015થી આઈરબીઆઈ દર વર્ષે એક ડી-એસઆઈબીની યાદી બહાર પાડે છે. 2015 અને 2016માં આ યાદીમાં માત્ર એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક જ સામેલ હતી, પરંતુ 2017થી તેમાં એચડીએફસી બેંકનું નામ પણ જોડાઈ ગયું. જો કોઈ બેંકનો સમાવેશ આ શ્રેણીમાં કરવામાં આવે છે તો આરબીઆઈ પોતાના કડક કાયદા કાનૂનથી એ વાત નિશ્ચિત કરે છે બેંક મુશ્કેલથી મુશ્કેલ ફાઈનાન્શિયલ ક્રાઈસિસ માટે સજ્જ રહે છે.