રબને મિલા દી જોડી: જ્યારે દુનિયાની સૌથી ટોલેસ્ટ મહિલાને મળી દુનિયાની સૌથી શોર્ટેસ્ટ મહિલા…
જરા વિચાર કરો કે જ્યારે દુનિયાના બે અંતિમ છેડા એક સાથે આવે ત્યારે કેવું લાગે? હાલમાં સોશિયલ મીડિયા પર દુનિયાની સૌથી લાંબી મહિલા રુમેસા ગેલગી (Rumeysa Geligo) અને દુનિયામી સૌથી શોર્ટ યુવતી જ્યોતિ આમગે (Jyoti Amghe)ની મુલાકાતના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. તમે પણ ના જોયા હોય આ ફોટો કે વીડિયો તો અહીંયા જોઈ લેશો.
આ પણ વાંચો : ગજબ ! સ્મશાનમાં અગ્નિદાહ પૂર્વે જીવતો થયો મૃત જાહેર કરાયેલ વ્યક્તિ, જાણો સમગ્ર મામલો
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ડે-2024ની ઊજવણી માટે લંડનની પ્રતિષ્ઠિત હોટેલમાં રૂમેસા અને જ્યોતિ બંને સાથે ચાની ચૂસકીઓ માણતી જોવા મળી હતી. આ મુલાકાતનો વીડિયો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
રૂમેસા 27 વર્ષની છે અને તે મૂળ તુર્કેયની છે. તેની હાઈટ 215.16 સેન્ટિમીટર આશરે 7 ફૂટ 1 ઈંચ જેટલી છે. જ્યારે મૂળ ભારતના મહારાષ્ટ્રની 30 વર્ષીય જ્યોતિ આમગેની હાઈટ 62.8 સેન્ટિમીટર એટલે કે બે ફૂટ એક ઈંચ જેટલી જ છે. ગિનિઝ બુક વર્લ્ડ્સ રેકોર્ડેસે જ્યોતિ અને રૂમેલાની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
રૂમેસા જ્યોતિને જોઈને જ એના વખાણ કરતાં કહે છે તમે ખુબ દ સુંદર છો. જેના જવાબમાં જ્યોતિ પણ કહે છે કે તું પણ ખૂબ જ સુંદર છે. મેકઅપ, સેલ્ફ કેયર, નેલ આર્ટ સહિત એક સમાન ઈન્ટરેસ્ટને કારણે બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા થઈ ગઈ હતી. ગેલગીએ મજાકમાં કહ્યું તે લંબાઈમાં રહેલી હાઈટના અંતરને કારણે જ્યોતિ સાથે આઈ કોન્ટેક્ટ કરવાનું અઘરું હતું. પરંતુ જ્યોતિને મળીને એવું લાગ્યું છે બંને વચ્ચે ઘણું બધું સામ્યતાઓ છે.
આ પણ વાંચો : બોલો, દુનિયાના આ દેશમાં નથી એક પણ મચ્છર, નામ જાણીને ચોંકી ઉઠશો…
ગેલગીને વીવક સિન્ડ્રોમ નામની બીમારી છે, જ્યારે જ્યોતિને પણ એકોંડ્રોપ્લાસિયા નામની બીમારી છે. આ જોડીને વર્લ્ડ રેકોર્ડ આઈકોન તરીકે સન્માનિત કરવામાં આવી છે. જ્યોતિએ જણાવ્યું હતું કે મને ઉપર જોવા અને મારાથી લાંબા લોકોને જોવાની આદત છે. પરંતુ આજે મેં જ્યારે ઉપર જોયું અને દુનિયાની સૌથી લાંબી મહિલાને જોઈને મને ખૂબ જ ખુશી થઈ.
સોશિયલ મીડિયા પર જ્યોતિ અને રૂમેસાના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. લોકોને આ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો, તમારું દિલ ખુશ થઈ જશે.