Happy Birthday: નીતુ સિંહ અને દીકરીએ આ રીતે યાદ કર્યા રિશી કપૂરને…

રાજ કપૂરના ત્રણ પુત્રમાંથી સૌથી સફળ અને ખૂબ લાંબી કારકિર્દી ધરાવનારા અભિનેતા રિશી કપૂરનો આજે 72મો જન્મદિવસ છે. કોરોનાકાળ દરમિયાન જ કેન્સરની બીમારીથી તેમનું નિધન થયું હતું ત્યારે આજે ફિલ્મજગત અને તેમના ચાહકોએ તેમને યાદ કર્યા છે.
આ પણ વાંચો : Bollywood: Kapoor familyને એક ચાહકે આપી એવી ગિફ્ટ કે બધા ઈમોશનલ થઈ ગયા
ચાહકોને તેઓ આટલા યાદ આવે છે તો સ્વાભાવિક છે કે પરિવાર માટે આજનો દિવસ દુઃખદ રહેશે. તેમની પત્ની અને અભિનેત્રી નીતુ કપૂર તેમ જ દીકરી રિદ્ધિમાએ તેમને યાદ કરી જે ઈમોશનલ નૉટ લખી છે તે વાંચી નેટીઝન્સ પણ ઈમોશનલ થઈ ગયા છે.

નીતુ કપૂરે પોતાની સોશિયલ મીડિયા પૉસ્ટમાં અભિનેતાનો ફોટો શેર કરી લખ્યું છે કે હેપ્પી બર્થડે રિશીજી. આ સાથે તેમણે બેકગ્રાઉન્ડમાં ગીત શેર કર્યું છે. જીવન કે દિન છોટે સહી હમ ભી બડે દિલવાલે… ફોટામાં રિશી તેના જન્મદિવસની કેક કાપતા જોવા મળે છે.
આ પણ વાંચો : Irfaan Khan, Rishi Kapoor, Nargis Duttથી Sujata Kumar સુધીના આ દસ સેલેબ્સને Cancer ભરખી ગયું…
આ સાથે દીકરી રિદ્ધિમા કપૂરે પણ પિતા માટે ઈમોશનલ પોસ્ટ લખી છે. રિદ્ધિમાએ તેની પુત્રી સમાયરા સાથે પિતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતી વખતે રિદ્ધિમાએ લખ્યું, હેપ્પી બર્થ ડે પપ્પા… કાશ..આ ખાસ દિવસ તમે તમારા પૌત્ર અને પૌત્રી સાથે ઉજવતા હોત. તમારી વાંદરી સમા (દીકરી સમાયરા) હવે મોટી થઈ ગઈ છે અને રાહા તો એકદમ તમારા જેવી લાગે છે. અમે તમારી સાથે જે સમય વિતાવ્યો છે તેને અમે સંભારણાંની જેમ સાચવ્યો છે. તમારા પ્રત્યેનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે.
રિશી કપૂરે બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ બૉબી ફિલ્મથી ફિલ્મજગતમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. રોમાન્ટિક હીરો તરીકે તેમને ખૂબ પસંદ કરવામા આવતા. અમિતાભ બચ્ચનથી માંડી મોટા સ્ટાર સાથે તેમની ફિલ્મો લોકોએ ખૂબ પસંદ કરી છે. કૉમેડી હોય, ટ્રેજેડી કે પછી રૉમાન્સ કરવાનો હોય, સ્ક્રીન પર રિશી કપૂર દર્શકોને હંમેશાં મજા કરાવતા હતા. તેમના પર ફિલ્માયેલા ઘણા ગીતો આજે પણ લોકોના હોઠ પર રમતા હોય છે. 50 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ પણ મેળવ્યા છે. 30મી એપ્રિલ, 2020ના રોજ તેઓ દુનિયાને અલવિદા કરી ચાલ્યા ગયા.
અભિનેતાને સ્મણાંજલિ