Google Warning: તમારા પણ ફોનમાં હોય આ એપ તો આજે જ ડિલિટ કરી દો, નહીંતર… | મુંબઈ સમાચાર
વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

Google Warning: તમારા પણ ફોનમાં હોય આ એપ તો આજે જ ડિલિટ કરી દો, નહીંતર…

ગૂગલ (Google) એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. લોકો કોઈ પણ સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ શોધવા માટે ગૂગલ બાબાને શરણે જ જાય છે. સામે પક્ષે ગૂગલ પણ સતત યુઝર્સની સેફ્ટી અને સિક્યોરિટી માટે જાત-જાતના ફીચર લોન્ચ કરે છે. આવું જ એક ઈમ્પોર્ટન્ટ સિક્યોરિટી એલર્ટ ગૂગલ દ્વારા આપવામાં આવ્યું છે. જેમાં કેટલીક એપ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જે તમારા ફોન માટે જોખમી છે. ચાલો જોઈએ શું છે આ એલર્ટ અને ગૂગલે કઈ એપ્સ માટે આ વોર્નિગ ઈશ્યુ કરી છે-

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો સ્માર્ટ ફોનમાં એડિટિંગ એપ્સની મદદથી હેકર્સ યુઝર્સનું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. મેટાએ પોતાના રિપોર્ટમાં એવી અનેક એડિટિંગ એપનો ઉલ્લેખ કર્યો છે જે સિક્યોર નહોતી અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી. આમાંથી મોટાભાગની એપ્સ ફોટો એડિટિંગ એપ હતી, જેનો ઉપયોગ ફોટોને એન્હાન્સ કરવા માટે કરવામાં આવતો હતો. અનેક યુઝર્સ સોશિયલ મીડિયા અપલોડ્સ માટે આ એપ્સને ડાઉનલોડ કરે છે, પણ આ એપ્સ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ ફોટો એડિટિંગની વાત કરીએ તો એમાંથી 16 એપ્સ ચીનમાં ઓરિજિનેટ થાય છે. સરકારે 2020થી લઈને અત્યાર સુધી ચીની એપ્સને ભારતમાં બેન પણ કરવામાં આવ્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી બ્યુટી પ્લસ-ઈઝી ફોટો એડિટર, બ્યુટીકેમ, સેલ્ફી કેમેરા-બ્યુટી કેમેરા એન્ડ ફોટો એડિટર, બી612-બ્યુટી એન્ડ ફિલ્ટર, સ્વીટ સ્નેપ જેવી ઢગલો એપ છે જે લાખો યુઝર્સે ડાઉનલોડ કરી છે. પણ આ તમામ એપ્સ તમારા માટે જોખમી છે.

આ પણ વાંચો : ગૂગલને મોટો ફટકો: અમેરિકાની કોર્ટે ગૂગલને મોનોપોલિસ્ટ ગણાવ્યું, જાણો શું છે મામલો

ગૂગલે પણ આવો જ એક રિપોર્ટ આપ્યો હતો, જેમાં વોર્નિંગ આપતાં જણાવવામાં આવ્યું છે કે આ ફોટો એડિટિંગ એપ્સની મદદથી ફોનમાં માલવેયર ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ એપ્સ યુઝર્સ માટે ખૂબ જ નુકસાનકારક છે. જોકે, ગૂગલે આ એપ્સ સામે એક્શન લઈને તેને પ્લે સ્ટોર પર બ્લોક કરી દીધી હતી. જોકે, અનેક યુઝર્સે અજાણતામાં જ આ એપ પોતાના ફોનમાં ડાઉન્ડ કરી હતી, આ તમામ એપ્સને ફોનમાંથી તરત જ અનઈન્સ્ટોલ કરવી જોઈએ

Back to top button